વોર્ડ નં 3 ના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા પહેલા વિશેષ પૂજા અર્ચના કરી

RAJKOT-NEWS Publish Date : 06 February, 2021 10:13 AM

રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવાર દાનાભાઈ હુંબલ દ્વારા આજે પોતાના ઘરે બ્રાહ્મણોને સાથે રાખીને વિધિવિધાન સાથે ખાસ પૂજા યોજી હતી જૂના જમાનામાં જેમ કોઈપણ મોટા કાર્ય પહેલા કે પછી યુદ્ધના મેદાનમાં જતા સમયે હવન અને બ્રાહ્મણો ને સાથે રાખી મંત્રોચાર સાથે પૂજા કરવામાં આવતી તે પ્રકારની પરંપરાને આજે જાળવીને નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવારે લોક સેવા ના સંગ્રામમાં વિશેષ પૂજા યોજીને માતાજીના આશીર્વાદ લઈને ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે ઘરેથી નીકળ્યા હતા દાનાભાઈ જણાવ્યું હતું કે માતાજી માં અને પૂજા પાઠ માં પૂરી શ્રદ્ધા ધરાવું છું અને એ પરંપરાને આગળ વધારી આજે ઘરે પૂજા કરી માતાજીના આશીર્વાદ લઇ અને ફોર્મ ભર્યું છે આશા છે કે પાંચ વર્ષ સુધી લોકોની સેવા કરવાનો મોકો મળશે વોર્ડ નંબર ૩ ના વિસ્તારમાં રહું છું અને અહીંના દરેક લોકો મને નામથી ઓળખે છે માટે મને આશા છે કે તમામ લોકોનો મત ના રૂપમાં આશીર્વાદ મને મળશે

Related News