ચિત્રનગરી રાજકોટમાં 30 જેટલા ચિત્રકારોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કાયા બદલી:પોલીસની સાચી સેવા અને ખાખીની ફરજ દર્શવતા ચિત્રો દોર્યા

RAJKOT-NEWS Publish Date : 31 December, 2020 06:31 PM

રાજકોટ શહેરને ચિત્રનગરી બનાવવાની નેમ સાથે છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે શહેરની તમામ જાહેર દીવાલો, અન્ડરબ્રીજ, ઓવરબ્રિજ વગેરે સ્થળોએ ચિત્રનગરી દ્વારા સમાજને એક સંદેશ પાઠવતા ચિત્રો બનાવીને એક અનોખું નજરાણું ઉભું કર્યું છે ત્યારે શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પણ 30 જેટલા કલાકારોએ પોલીસની કામગીરીને બિરદાવતા ચિત્રો, તેમજ લોકઅપમાં આવતા ગુનેગારો સુધરે અને સારા નાગરિક તરીકે જીવન વિતાવે તેવો સંદેશ આપતા ચિત્રો બનાવીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કાયાપલટ કરી નાખી છે લોકડાઉનમાં પોલીસે કરેલી સેવા અને ખાખની સાચી ફરજ વગેરે ચિત્રોમાં દ્રશ્યમાન થાય છે ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ વાળાએ કલાકારોને બિરદાવ્યા હતા.

Related News