કોણ બનશે મેયર ? કોણ બનશે સ્ટેન્ડિંગ ચેરમેન અને કોણ બનશે ડેપ્યુટી મેયર

TOP STORIES Publish Date : 24 February, 2021 06:26 PM

કોણ બનશે મેયર ? કોણ બનશે સ્ટેન્ડિંગ ચેરમેન અને કોણ બનશે ડેપ્યુટી મેયર 

 

રાજકોટ 

 

રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે , મહાપાલિકાની ચૂંટણીના પરિણામોએ ભાજપને અભૂતપૂર્વ વિજય અપાવ્યો છે ., ત્યારે હવે રાજકોટવાસીઓ રાહ જોઈ રહયા છે કે કોણ બનશે રાજકોટનું મેયર, કોના શિરે શોભશે મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી અને કોણ બનશે ડેપ્યુટી મેયર ? આ સવાલ આજે ન માત્ર રાજકોટવાસીઓ પૂછી રહયા છે પરંતુ સાથે સાથે ભાજપના પેજ પ્રમુખો થી લઈને દરેક વોર્ડના કાર્યકરો અને ખુદ ચૂંટાયેલા નગરસેવકો પણ પૂછી રહયા છે .... તો ગુજરાતપોસ્ટ લાવ્યું છે એવા સંભવિત નામો જે બની શકે છે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર 

 

 

રાજકોટ મહાપાલિકામાં અઢી વર્ષ માટે મેયર પદનું રોટેશન ઓબીસી નગરસેવકના ફાળે આવ્યું છે .. જેમાં ઘણા યુવા ચહેરાઓ અને નવા અને જુના જોગીઓનો સમાવેશ થાય છે ... મેયર પદને લઈને મુખ્ય નામોમાં સૌથી પહેલું નામ છે પ્રદીપ ડવનું યુવા પ્રતિભા અને સ્વચ્છ ચહેરો અને ભાજપમાં યુવા કાર્યકરોમાં પ્રદીપ લોકપ્રિય છે .. તો બીજું નામ છે વોર્ડ નમ્બર 1 ના નગરસેવક હિરેન ખીમાણીયાનું .....જે યુવાન છે તેમજ તાજેતરમાં જ ભાજપમાં જોડાઈને વોર્ડ નમ્બર 1 માં નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે .. તો ત્રીજું નામ છે વોર્ડ નમ્બર 14 ના નગરસેવક અને ભાજપના પાયાના કાર્યકર એવા ઉદયભાઈ કાનગડના પારિવારિક સદસ્ય નિલેશ જલુનું .. નિલેશ જલુ છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ભાજપના સક્રિય કાર્યકર અને વોર્ડ નમ્બર 14માં સક્રિય છે અને ઉદય કાનગડના પરિજન છે . તો ચોથું નામ છે નરેન્દ્ર ડવનું જેઓ આ પહેલા પણ નગરસવક રહી ચુક્યા કે અને સસ્તા અનાજ એસોસિએશનમાં પ્રમુખ તરીકે કાર્યરત છે ..તો આ ઉપરાંત અન્ય નામોમાં વોર્ડ નમ્બર 1 માં ભાજપના નગરસેવક ડો મોરજરીયા પણ લાઈનમાં છે ..... આ તો રહી મેયરની સંભવિત યાદીની વાત હવે મહત્વના એવા સ્ટેન્ડિંગ ચેરમનના પદને લઈને નામ ની ચર્ચા કરીયે તો પહેલું નામ કે જયમીન ઠાકરનું જેઓ યુવા મોરચાથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર રહ્યા છે આ વખતે તેઓએ વોર્ડ નમ્બર 2 ખાતે ચૂંટાઈ આવ્યા છે અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે દાવેદાર માનવામાં આવે છે ..તો બીજું નામ છે પુષ્કર પટેલ નું જેઓ પહેલા પણ સ્ટેન્ડિંગ ચેરમન પદે રહી ચુક્યા છે અને સુપેરે જવાબદારી નિભાવી ચુક્યા છે ...તો બિજુ નામ છે અશ્વિન પાંભર નું કે જેઓ પાર્ટીના વફાદાર સૈનિકની જેમ સતત પાર્ટીની સાથે રહ્યા છે .. ઉપરાંત વોર્ડ નમ્બર 3 ના નરેન્દ્રસિંહ જાડેજા પણ છે જેઓએ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખને હરાવીને વોર્ડ નમ્બર 3 માં ભાજપની જીત પાકી કરાવી છે ..જયારે ડેપ્યુટી મેયર તરીકે અનેક નામો ચર્ચામાં છે જેમાં નીરૂભા વાઘેલા, વિનુભાઈ ધવા, દર્શિતાબેન શાહ, વર્ષાબેન રાણપરા, ડો રાજેશ્રી ડોડીયા, કુસુમબેન દવે...ભાવેશ દેથરીયા સહિતના નામો ચર્ચામાં છે 

Related News