31 ડિસેમ્બરે પ્યાસીઓના સિસકારા નીકળી જાય એટલો અધધ દારૂ ઝડપી પાડતી રાજકોટ પોલીસ

BREAKING NEWS Publish Date : 24 December, 2020 06:43 PM

રાજકોટ 

 

31 ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ અધૂરી રહી જવાની છે,... ખાસ તો રંગીલા રાજકોટના પ્યાસીઓ માટે માઠા સમાચાર છે , બુટલેગરોએ પ્યાસીઓ માટે અને 31 ની કોરોના કાળમાં ઘરે બેઠા ઉજવણી કરવા માટે મંગાવેલા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે , વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની 400 થી વધુ પેટીઓ જેમાં એક પેટીમાં 24 જેટલી દારૂની બોટલોનો સમાવેશ થાય છે તેને અલગ અલગ સ્થળે દરોડા પાડીને પકડી પાડવામાં આવ્યો છે, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા વિદેશી દારૂના જથ્થા અંગે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે બુટલેગરો નવા વર્ષની ઉજવણી માટે દારૂની રેલમછેલ માટે તૈયાર રહેતા હોઈ છે અને એસઓજી બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની મહેફિલ મંડાઈ એ પહેલા જ દરોડા પાડીને લાખોની કિંમતના દારૂ અને તેના પરિવહન માટે વપરાયેલા 2 ટ્રકને પકડી પાડયા છે , મનોજ અગ્રવાલના જણાવ્યા મુજબ કુવાડવા રોડ વોટર પાર્ક સામે રાજસ્થાની દુદારામ અને તેની સાથે રહેલા એક સગીર ની અટકાયત કરીને તેના કબ્જામાથી 17.78 લાખની અંદાજિત કિંમત ભરેલા 5200 થી વધુ બોટલના ટ્રકને કટિંગ સમયે જ પકડી પાડ્યો છે , હેડકોન્સ્ટેબલ સમીરભાઈ શેખ અને કોન્સ્ટેબલ અજીતસિંહ પરમારની બાતમી ઉપરથી આ દારૂ પકડવા માટે એસઓજી પીઆઇ આર વાય રાવલની રાહબરીમાં પીએસઆઇ સોનારા અને તેની ટીમે દરોડો પાડીને કાર્યવાહી કરી છે 

 

તો બીજા દરોડામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુંદા ગામની વાડીમાં દરોડો પાડીને બુટલેગરો દ્વારા કરવામાં આવી રહેલા કટિંગ સમયે કાર્યવાહી કરીને 22 લાખથી વધુની કિંમતની 5700 થી વધુ દારૂની બોટલ પકડી પાડવામાં આવી છે , આ કાર્યવાહી એસીપી ક્રાઇમ ડીવી બસિયા , પીઆઇ વીકે ગઢવી, પીએસઆઇ સાખડા અને તેઓની ટીમના સદસ્ય ધીરેનભાઈ, હિરેન, ભગીરથસિંહ,મહેશભાઈ, ઉમેશભાઈ,સંજયભાઈ, દીપકભાઈ,કિરીટસિંહ,યોગીરાજસિંહ,જયપાલસિંહ સહિતના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે 

Related News