મકારસંક્રાતિના પર્વને લઈ રાજકોટ શહેર પોલિસનું જાહેરનામું:સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી

RAJKOT-NEWS Publish Date : 19 December, 2020 01:55 AM

કોરોના કાળ ચાલી રહ્યો છે અને મકરસંક્રાંતિ પર્વ નજીક છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરા, તુક્કલનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે તેમજ કોરોના ફેલાય નહીં એ માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જાહેરનામા મુજબ 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.

ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય એવાં લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહીં. હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં. જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મુકાયો છે

Related News