રાજકોટમાં મકરસંક્રાંતિ એ ડીજે ભાડે આપ્યું તો કાર્યવાહી થશે :પોલીસની ડીજે સંચાલકો સાથે બેઠક

RAJKOT-NEWS Publish Date : 11 January, 2021 04:10 PM

 

રાજકોટ

આ વર્ષે મકરસંક્રાંતિ ઉપર પણ નિયમો અને શરતો સાથે ઉજવણી ની મંજૂરી મળી છે... પતંગ ઉડાવવા માટે અગાસી અને ધાબાઓ ઉપર માત્ર પરિજનો સાથે જ પતંગ ઉડાવી શકશે..જોકે ડીજે વગાડવાની મનાઈ છે... તંત્રએ  નિયમો જાહેર કર્યા બાદ નમતું જોખવાને બદલે ક્યાંય પણ ડીજે ન વાગે એ માટે ખાસ આયોજન કર્યું છે.   પ્રદ્યુમ્ન નગર પોલીસ મથકે ડીજે સંચાલકો ને બોલાવી પોલીસ દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી જેના ભાગરૂપે તમામ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.. જો તેઓ કોઈ પણ વ્યક્તિને મકરસંક્રાંતિ ઉપર ડીજે ભાડે આપશે તો તેઓના માલસામાન અને મ્યુઝિક સિસ્ટમ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવશે.  પોલીસના જાહેરનામાનો પૂરો અમલ કરવા માટે અને વધુને વધુ લોકોને ડીજે થી દુર રહેવા જણાવવામાં આવ્યું છે..

Related News