રાજકોટ :આનંદ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી, લોકોએ ઉત્તરાયણ ઉજવી

RAJKOT-NEWS Publish Date : 14 January, 2021 06:19 PM

રાજકોટ :આનંદ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી, લોકોએ ઉત્તરાયણ ઉજવી.. 

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આનંદ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી સવારે અગાસી અને ધાબાઓ ઉપર પતંગ રસિયાઓ ચડી ગયા હતા દર વર્ષ કરતા આ વર્ષે ઉત્તરાયણ અલગ અને અનોખી છે કારણ કે આ વર્ષે એક પણ આગાસી ઉપર ડીજે કે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની મંજૂરી નથી જેથી આગાસી ઉપર કોઈ સંગીત કે શોર બકોર વગર જ ઉત્તરાયણ ઉજવાઈ છે તો કાઈપો છે અને એ ગઈ પતંગ ના આવાજ સ્પષ્ટ સાંભળી શક્યા હતા આ વર્ષે કોરોના ને લઈને બહારથી આવતા મહેમાનો પણ આવ્યા ન હોઈ સાગા સ્નેહીઓ સાથે ઉત્તરાયણ ઉજવવા માટે નું કોઈ આયોજન મોટા પ્રમાણમાં જોવા ન મળ્યું તો સવારે પવન ઓછો હોવાથી ખુબજ જ ઓછા પતંગ આકાશમાં ઉડયા હતા જોકે બપોરબાદ સારા પવનની આગાહી કરવામાં આવી છે આગાસી ઉપર પરિવારના સદસ્યોએ જ ઉપસ્થિત રહીને આ વર્ષે ઉતરાયણ ની ઉજવણી કરી હતી

Related News