રાજસ્થાનમાં સ્કૂલે જઈ રહેલી શિક્ષિકાને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત :11કેવી વીજ લાઈનનો તાર માથે પડતા સ્ફુટી સહિત મહિલા સળગી

NATIONAL NEWS Publish Date : 11 December, 2020 01:06 AM

રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં નોગામામાં સ્કૂટી પર સ્કૂલે જઈ રહેલી એક શિક્ષિકા પર 11KV વીજલાઈનનો તાર પડ્યો હતો. આ સાથે જ સ્કૂટી સળગીને રાખ થઈ ગઈ અને મહિલાનું પણ ઘટનાસ્થળે મોત થયું છે.

મૃતક શિક્ષિકા બાગીદૌરાની રહેવાસી હતી અને પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષિકા હતી. ઘટનાસ્થળે પહોંચેલી તંત્રની ટીમે મહિલાનાં પરિવારજનોને ઘટનાની જાણ કરી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધો.

Related News