જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝા ને આવ્યો હાર્ટ એટેક: તબિયત સ્થિર

ENTERTAINMENT Publish Date : 11 December, 2020 12:56 PM

મુંબઈ

જાણીતા કોરિયોગ્રાફર,એકટર અને ડાયરેકટર રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે અઢી વાગ્યા આસપાસ હાર્ટ અટેક આવ્યો હતો. તેને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા. અત્યારે તેની હાલત સ્થિર છે. રેમોની સાથે તેની પત્ની લિઝેલ છે.

Related News