રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ધાબળા વિતરણ કરાયા

SAURASHTRA Publish Date : 11 January, 2021 04:50 PM

 હળવદ ખાતે ઠંડીની અસર યથાવત રહેતા ખુલ્લામાં આશિયાના બનાવીને વસવાટ કરતા શ્રમિકોના વિવિધ વિસ્તારોમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા કુટીર બાંધીને વસવાટ કરતા લોકોને શિયાળાની ઠંડી સામે રક્ષણ મળી રહે એવા હેતુથી ધાબળા વિતરણનો ચોથો રાઉન્ડ કરવામાં આવ્યો હતો. 
જેમાં 50 નંગ ધાબળા વિતરિત કરવામાં આવ્યા હતા.  

આ પ્રોજેક્ટનું ડોનેશન 
સ્વ: હિંમતલાલ ચત્રભુજભાઈ  કારિયાના સ્મરણાર્થે 
હસ્તે: સુપુત્ર કીર્તિભાઈ અને જગદીશભાઈ તરફથી
આપવામાં આવ્યું હતું.                ‌

Related News