શ્રીરામ મંદિર નિર્માણ અર્થે વડતાલ ગાદીપતિ પૂ.રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી 1કરોડની ધનરાશી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં અર્પણ કરવામાં આવી જૂનાગઢ,રાજકોટ,સરધાર, સાળંગપુર મંદિરનું એક સાથે યોગદાન

SAURASHTRA Publish Date : 04 February, 2021 10:08 AM


   
આખાએ વિશ્વમાં રહેલ ધર્મપ્રેમી સજ્જનોના શ્રધ્ધા અને આસ્થાના પ્રતીક સમાન , રામ રાજ્યના પ્રણેતા હિન્દૂ હૃદય સમ્રાટ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ  ની જ્ન્મભૂમિ અયોધ્યામાં જન્મસ્થળ પર ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થાય આવી કરોડો ભક્તોની ભાવના નો વર્ષો પછી વીજયવર્તી ચુકાદાની સાથે મંદિર નિર્માણીના પ્રારંભરૂપ શિલાયન્સ થયો ,ભક્તોના હૃદયની ભાવનાને જોડવારૂપ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ ને જબરો પ્રતિસાદ મળ્યો. આ ધર્મ કાર્યમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો / ભક્તોનું આગવું યોગદાન રહ્યું છે.
            ગત તારીખ ૩૦ જાન્યુવારી ના રોજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણદેશના વડતાલ , જૂનાગઢ , ગઢપુર, રાજકોટ ,સરધાર, સારંગપુર મળીને સારંગપુર મુકામે વડતાલ ગાદીના વીર્ધમાન આચાર્ય પ.પૂ. ધ.ધૂ.૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશિર્વાદ થી ૧ કરોડની ધન રાશિ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર માં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવી.આ પ્રસંગે વડતાલ, જૂનાગઢ ,ગઢપુર મંદિરના ચેરમેન શ્રી તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહ્યાં હતાં.


દર્શન મકવાણા જામજોધપુુુર

Related News