શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવાથી પાર્ટીને નુકસાન, વિખવાદ વધશે :ડો હેમાંગ વસાવડા

TOP STORIES Publish Date : 03 February, 2021 06:11 PM

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવાથી પાર્ટીને નુકસાન, વિખવાદ વધશે :ડો હેમાંગ વસાવડા 

 

રાજકોટ 

 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી પછી કોંગ્રેસની વાટ પકડી છે , બાપુએ રાજકીય ક્ષેત્રમાં પોતાની અસ્ત થતી કારકિર્દીને બચાવી લેવા માટે હવે કોંગ્રેસમાં કોઈ પણ શરત વગર જોડાવાની વાત કરી છે જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ બાપુ માટેનો એન્ટ્રીની વાત કરી છે રાજકોટમાં પ્રદેશના નેતા ડો હેમાંગ વસાવડાએ જણાવ્યું કે હાલ કોંગ્રેસ ટનાટન ચાલી રહી છે અને કોઈ વિખવાદ કે જૂથવાદ નથી બાપુના કોંગ્રેસમાં પુનઃ પ્રવેશથી પાર્ટીની અંદર જૂથવાદ અને વિખવાદ વધવા લાગશે કોંગ્રેસ ને બાપુએ છોડી ત્યારે તેઓએ સ્વ અહેમદભાઈને હરાવવા માટે તમામ તાકાત લગાવી હતી એટલું જ નહિ તેના સમર્થક ધારાસભ્યો ને રાજીનામાં આપાવ્યા હતા અને કોંગ્રેસ ને થતું હતું એટલું નુકસાન કર્યું હતું જોકે હવે બાપુને કોઈ પૂછતું નથી એટલે બાપુ ભાજપમાં તો જય શકે તેમ નથી એટલે હવે ફરી કોંગ્રેસમાં આવવા તૈયાર છે પરંતુ હાલ બાપુની કોંગ્રસમાં કોઈ જરૂર જણાતી નથી તેમ ડો હેમાંગ વસાવડા નું કહેવું છે 

Related News