કુતરા માટે રોટલી બનાવવાની 'ના' કહેતા ભાઈએ કરી બહેનની હત્યા:યુપીના મેરઠમાં બની ઘટના

BREAKING NEWS Publish Date : 15 December, 2020 02:25 AM

ઉત્તરપ્રદેશના મેરઠમાં સોમવારે રાત્રે એક ભાઈએ નાની એવી બાબતમાં પોતાની જ બહેનની હત્યા કરી હતી. આરોપી કૂતરાઓનું ખરીદ-વેચાણ કરે છે. તેની પાસે 20થી વધુ કૂતરા છે. તેમના માટે રોજ બહેન પાસે રોટલી બનાવડાવતો હતો. બહેને ના પાડી તો તેને ગોળી મારી દીધી હતી.મેરઠના રહેવાસી યોગેન્દ્ર કુમાર એક બિલ્ડર છે.તે માતા સરોજ, બહેન પારુલ અને નાના ભાઈ આશિષ સાથે રહે છે. સોમવારે સાંજે 7:30 વાગ્યે આશિષે પારૂલ  ને કૂતરા માટે રોટલી બનાવવાનું કહ્યું, તેણે ના પાડી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાત્રે 8:00 વાગ્યે આશિષે રિવોલ્વરથી બહેનના માથામાં પાછળથી એક ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ એક ગોળી છાતીમાં મારી હતી. ગોળી વાગતા બહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ આરોપીને કોઈ અફસોસ નથી. તેણે પોતાનો ગુનો પણ કબૂલ્યો છે.

Related News