વડોદરામાં બે યુવકો વચ્ચે રોટલીની નજીવી બાબતે થયો ઝઘડો:યુવાનનો મિત્ર પર જીવલેણ હુમલો,સારવાર દરમિયાન મોત

GUJARAT Publish Date : 02 December, 2020 11:55 AM

વડોદરા શહેર નજીક કરચિયા ગામમાં ચેતનભાઇ પટેલની ચાલીમાં રહેતા અને રિફાઇનરીની કંપનીમાં લેબર કામ કરતા મધ્યપ્રદેશના સાગર જિલ્લાના 2 મિત્રો વચ્ચે 2 રોટલીની સામે 5 કિલો લોટ આપવાના મુદ્દે ઝઘડો થયા બાદ એક લેબર યુવકે તેના મિત્ર લેબરને પાંસળીના ભાગે ચાકુના બે ઘા મારતા યુવક લોહીલુહાણ થઇ ગયો હતો. સારવાર દરમિયાન તેનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Related News