હોસ્પિટલમાં ચડતા બાટલાનું લેવલ હવે મોબાઈલ દ્વારા જાણી શકાશે:વી.વી.પી ના વિદ્યાર્થીઓએ કર્યો શાનદાર દેખાવ

SCIENCE & TECH Publish Date : 18 February, 2021 08:38 PM

*વી.વી.પી. ઈજનેરી કોલેજનાં ઈલેકટ્રીકલ વિભાગનાં વિદ્યાર્થીઓના જી.ટી.યું માં શાનદાર દેખાવ*

 

*હોસ્પીટલમાં દર્દીના બાટલા ચડતા હશે ત્યારે ડોકટર કે નર્સે પલંગે જાવું નહી પડે મોબાઈલ દવારા બાટલાનું લેવલ જાણી શકાશે.*

 

ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી દવારા દર વર્ષે ''જી.ટી.યુ ઈનોવેશન સંકુલ ડે'' ઉજવવામાં આવે છે તેમાં વિવિધ કેટેગરી રાખેલ હોય છે.  આનો મુખ્ય હેતુ રીસર્ચ ના નવા વિચારો ને ઈનોવેશન ને પ્રોત્સાહન આપવાનો હોય છે.  આ વર્ષે ''જી.ટી.યુ ઈનોવેશન સંકુલ ડે - ર૦ર૧'' ની ઉજવણી કરવામાં આવેલી તેમાં વિવિધ ત્રણ કેટેગરી રાખવામાં આવેલ હતી.  જે અંતર્ગત ''આઈ.ટુ.આઈ.''(ઈનોવેશન ટુ ઈમ્પેકટ) કેટેગરીમાં વી.વી.પી. ઈજનેરી કોલેજનાં ઈલેકટ્રીકલ વિભાગનાં આઠમાં સત્રનાં વિદ્યાર્થીઓ તોયમ ધીરજભાઈ શર્મા, જય ભરતભાઈ કારેલીયા, ખોજેમા આબીદ માંકડા વિદ્યાર્થીઓ દવારા ''આઈ.વી.લેવલ મોનીટરીંગ સીસ્ટમ'' નામનો આકર્ષક પ્રોજેકટ રજુ કરેલ જેમાં આ પ્રોજેકટ હોસ્પીટલોમાં ડોકટરો અને નર્સો ને  હવે દર્દીઓની સારવાર માટે બાટલા ચડતા હોય ત્યારે તેનું લેવલ કેટલુ છે તે જોવા માટે પલંગે પલંગે જાવુ પડતુ હોય છે તે જાવુ નહી પડે તેની મોનીટરીંગ મોબાઈલ દવારા નર્સ કે ડોકટર પોતાની ઓફીસમાં પણ જાણી શકશે.  આમ દર્દીઓને તેમજ ડોકટર અને નર્સો ને આ અદ્યતન સીસ્ટમ ઘણી ઉપયોગી થઈ શકશે અન મોટી મોટી હોસ્પીટલોમાં ડોકટરો અને નર્સોનો મોનીટરીંગ માટે ઘણો સમય બગડતો હોય છે અને વધુમાં વધુ દર્દીઓને અન્ય નિદાનની સેવા માં ઉપયોગી થઈ શકશે અને દર્દીઓ પોતાની ઘરે બાટલા ચડાવે તો પણ ડોકટર અને નર્સ આસાનીથી મોનીટરીંગ કરી શકશે.   આ પ્રોજેકટને એવોર્ડ આપવામાં આવેલ હતો.  આ કેટેગરીમાં કુલ ર૦૦ એન્ટ્રીઓ આવેલ હતી અને જે પ્રોજેકટને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નવીનભાઈ શેઠ દવારા એવોર્ડ બીરદાવવામાં આવેલ હતો.   

આ પ્રોજેકટનાં વિદ્યાર્થીઓને સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ  કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા અને હર્ષલભાઈ મણીઆર તેમજ સંસ્થાના આચાર્ય શ્રી ડો. જયેશભાઈ દેશકર અને ઈલેકટ્રીકલ વિભાગનાં વડા શ્રી ડો. ચિરાગ વિભાકર તથા કર્મચારીઓએ અભિનંદન પાઠવેલ હતા.  

 

Related News