વોર્ડ નં-1 ના કોંગ્રેસ ના ઉમેદવાર નું ફોર્મ થયું રદ

RAJKOT-NEWS Publish Date : 08 February, 2021 07:38 PM

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ અમાન્ય, 18 વોર્ડમાં કોંગ્રેસના હવે 71 ઉમેદવારો

વૉર્ડ નમ્બર 1ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ને આજે મોટો ફાટકો પડ્યો છે.. આજે ફોર્મ ચકાસણી ના અંતિમ દિવસે વૉર્ડ નમ્બર 1 ના કોંગ્રેસના ઉમેદવાર નું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.. જેનું મેન્ડેટ ન આવ્યું હોવાનું જણાવી ફોર્મ રદ્દ કરવામાં આવ્યા નું સામે આવ્યું છે..તો વૉર્ડ નમ્બર 4 ના ઉમેદવાર ને 2 કરતા વધુ સંતાનો હોવાથી તેઓનું ફોર્મ રદ્દ કરવાના આવ્યું છે જોકે તેના ડમી નું ઉમેદવાર નું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે... આમ મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના હાલના તબક્કે કુલ 71 ઉમેદવાર મેદાનમાં છે..

Related News