ભારત સરકારે વ્હોટ્એપની નવી પ્રાઇવસી પોલિસીને નામંજૂર કરી: પોલિસી પરત લેવાનો આપ્યો આદેશ

SCIENCE & TECH Publish Date : 19 January, 2021 06:49 PM

કરોડો વપરાશકારોની એપ વ્હોટ્સએપ દ્વારા નવી પ્રાયવસી પોલિસીને લઈ વિવાદ શરૂ થયો છે ત્યારે ભારત સરકારે વ્હોટ્એપની નવી પ્રાઇવસી પોલિસીને નામંજૂર કરી છે. સાથે જ કંપનીને આ નવી પ્રાઇવસી પોલિસીને પરત લેવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા વ્હોટ્સએપ સીઇઓ વિલ કૈથાર્ટને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સેવા, પ્રિવસી અને શરતોમાં એકતરફી કોઇપણ બદલાવ ઉચિત અને સ્વીકાર્ય નથી. 

સરકારે એ પણ કહ્યું કે વ્હોટ્સએપની પ્રાઇવસી પોલિસીમાં થયેલા બદલાવ ગંભીર ચિંતાનું કારણ પણ છે. માટે તેને પરત લેવી પડશે. ભારતમાં દુનિયામાં સૌથી વધારે વ્હોટ્સએપનો વપરાશ થાય છે. ભારત એ વ્હોટ્સએપ માટે સૌથી મોટું બજાર છે. તેવામાં કંપને પ્રાઇવસી પોલિસીમાં કરેલો બદલાવ ભારતીય નાગરિકોની પસંદ અને તેમની સ્વતંત્રતાને લઇને ગંભીર ચિંતાઓ પેદા કરે છે.

Related News