આમ આદમી પાર્ટી ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં ચૂંટણી લડશે-સીએમ અરવિંદ કેજરીવાલ 

NATIONAL NEWS Publish Date : 28 January, 2021 01:29 PM

દિલ્હીની સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી (આપ)એ આગામી બે વર્ષમાં દેશના 6 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, પંજાબ અને ગોવામાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે.

આ બેઠકમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દેશનો ખેડૂત ખૂબ દુઃખી છે,70 વર્ષથી તમામ પાર્ટીઓએ મળીને ખેડૂતોને છેતર્યા છે. ક્યારેક કહે છે ખેડૂતોની લોન માફ કરીશું, પણ કોઈએ લોન માફ કરી નથી. ખેડૂતોના સંતાનોને નોકરી આપવાનું વચન આપ્યું પણ નોકરી ન આપી. છેલ્લા 25 વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે.

Related News