અમદાવાદ: આગની દુર્ઘટનામાં 12 લોકોના મૃત્યુ નિપજ્યા:વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું

રાશિફળ Publish Date : 04 November, 2020 03:46 AM

અમદાવાદ: આગની દુર્ઘટનામાં 12 લોકોના મૃત્યુ નિપજ્યા 

 

ગુજરાતના સૌથી મોટા શહેર પીરાણા સ્થિત એક કેમિકલ કમ્પનીમાં થયેલા વિસ્ફોટની આગ કપડા ફેક્ટરી સુધી પહોંચી અને દિવાળી પહેલા જ એક મોટી દુર્ગટનાએ 12 લોકોનો જીવ લઇ લીધો, વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું ,અમદાવાદ ખાતે આવેલા પીરાણા વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો અને બાજુમાં આવેલા કપડાના ગોડાઉનમાં આગ લાગી હે જોતજોતામાં આગ એ 12 લોકોનો જીવ લઇ લીધો સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવી ના રૂપમાં સામે આવ્યો છે જે વિચલિત કરનાર છે, આ ઘટના એ સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદમાં ખળભળાટ મચાવી દીધો હતો, જોકે આ ઘટના અંગે અમદાવાદ મહાપાલિકાની બેદરકારી સામે આવી છે મેયર બીજલ પટેલે પત્રકારોના સવાલો એટલા ખૂંચ્યા કે મોઢું બગાડીને જતા રહયા , આમ પણ બીજલ પટેલ પોતાની હાજી હાજી કરનારને જ સાંભળે છે જોકે બીજલ પટેલના મેયરપદ હેઠળ આ દુર્ઘટના તેના કાર્યકાળનો કાળો દાગ બની રહેવાનો છે,  7 પુરુષો અને 5 મહિલાઓના જીવ ગયા છે આ ઘટના બપોરે 12 વાગ્યા આસપાસ ની છે જયારે મેયર બીજલ બેન સાંજે 6 વાગ્યે હોસ્પિટલો પહોંચ્યા હતા , અને એ પણ પીએમ ના ટ્વીટ બાદ જાને મૃતક પરિવારો પ્રત્યે મેયરને કયોય લાગણી ને સંવેદના જ ન હોઈ તેવું અહીં ભોગ બનનારના પરિજનોને લાગી રહ્યું છે , જોકે મેયર પોતાના સ્વભાવ મુજબ પોતાનો બચાવ કરતા રહયા હતા જોકે જનતા બધું જ જાણતી હોઈ છે અને તેનાઓને તેના સમયે ઠેકાણાએ પાડી જ દેતા હોઈ છે 

Related News