મુંબઈ પોલીસની દમનકારી નીતિ પત્રકારો માટે લાલબત્તી સમાન કિસ્સો :અર્નબઃ-ઉદ્ધવ કેસ 

TOP STORIES Publish Date : 04 November, 2020 04:08 AM

મુંબઈ પોલીસની દમનકારી નીતિ પત્રકારો માટે લાલબત્તી સમાન કિસ્સો :અર્નબઃ-ઉદ્ધવ કેસ 

 

અર્નબઃ ગોસ્વામીની 2 વર્ષ પહેલાના એક કેસ મામલે મુંબઈ પોલીસે તેની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રના નાયક પરિવારે આ કેસ ઓપન કરવા માટે અરજી છે..  પોલીસે તાત્કાલિક અસર થી આ કેસ ખોલીને આજે ગોસ્વામીની ધરપકડ કરી છે, શું છે કેસ એ પણ સમજવાની કોશિશ કરીએ, પૈસાની લેતીદેતી મામલે ઇન્ટીરિયલ ડિઝાઈનર એ આત્મહત્યા કરી હતી, વર્ષ 2018માં 5 મેંના રોજ આત્મહત્યા મામલે કેસ દાખલ કર્યો હતો, જે કેસ મામલે 26 મેંના વર્ષ 2019ના રોજ સમરી ભરીને કેસ બંધ કરી દીધો હતો, આ મામલે નાયક પરિવારના સદસ્ય દ્વારા ફરી કેસ ઓપન કરવાની અરજી કરી હતી અને અને ત્રણ દિવસમાં આ કેસ ઓપન કરીને તાત્કાલિક અર્નબઃ ગોસ્વામી સામે કાર્યવાહી કરી અને તેના ઘરે જઈને તેની ધરપકડ કરવામાં આવી છે, જોકે મુંબઈ પોલીસે કરેલી કાર્યવાહીની જોરદાર ટીકાઓ કરવામાં આવી છે, આ મામલે મુંબઈ અને ઉદ્ધવ સરકારની કાર્યવાહી બદલાની ભાવના સમાન છે.... આ કેસ મામલે નોટિસ મોકલીને તેની પૂછપરછ થઇ શકે છે, જોકે ઉધ્ધ્વ સરકારની આ કાર્યવાહી બદલાની કાર્યવાહીના રૂપમાં કરી હોઈ શકે છે, પરંતુ સત્ય શું છે એ જનતા જાણે જ છે, ગોસ્વામી ભલે જે પ્રકારે પત્રકારિતા કરે એ સાથે અન્ય પત્રકારોને નિસ્બત નથી, જોકે પત્રકારોને નિશાન બનવાની કાર્યવાહીની ખુબ જ ભર્ત્સના અને નિંદા કરવામાં આવી રહી છે અને જાણે આપાતકાલ ચાલી રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે, ઉદ્ધવ ઠાકરેની સરકારી કાર્યવાહી થી પત્રકારના મનમાં એક ભય ઉત્પન્ન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે આ લોકશાહી માટે ખતરા સમાન છે 

Related News