ઉત્તર ગુજરાતને હચમચાવી નાખનારી દુષ્કર્મ અને ઘાતકી હત્યાની ઘટના 

GUJARAT Publish Date : 18 October, 2020 05:49 AM

ઉત્તર ગુજરાતમાં પારિવારિક સંબંધોની ઉપર જ સવાલ કરતી ગોઝારી ઘટના નોંધાઈ છે , સગા મામાની દીકરી ઉપર ફોઈના દીકરાએ જ દુષ્કર્મ ગુજારીને તેની ઘાતકી હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે , સમગ્ર ઘટનાએ બનાસકાંઠા અને સમગ્ર ઉત્તરગુજરાતને હચમચાવી નાખ્યું છે , શું છે આખો મામલો જાણો આ સ્પેશિયલ રિપોર્ટમાં 

 

ઉતરપ્રદેશના હાથરસની ઘટના કરતાં પણ  શર્મસાર બને તેવી ઘટના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા તાલુકાના ભાખર ગામમાં નોંધાવા પામી છે, જેમાં ડીસા શહેરમાં રહેતી કિશોરીને તેનો જ ફઈનો દીકરો ભાઈ અપહરણ કરી દુષ્કર્મ આચરીને ગળું કાપીને કિશોરીની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે,... જિલ્લા તેમજ ડીસા પોલીસ દ્વારા  આરોપીને  ગણતરીના કલાકોમાં  ઝડપી પાડયો છે,... કિશોરીનો ફઈનો દિકરો નીતીન માળી નીકળ્યો હત્યારો ત્યારે માનવ જીવનને બદનામ કરતો આ રાક્ષસ સામે  કાયદેસરની કાર્યવાહી કરી અને હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી બનાસકાંઠા જિલ્લામાં જનમાગ ઉઠવા પામી રહી છે...
સમગ્ર દેશમાં બળાત્કાર અને હત્યાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઈના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે બળાત્કાર કરી ગળુ કાપીને મોતને ઘાટ ઉતારી. સમગ્ર ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે...પોતાની શારીરિક હવસ સંતોષવા માટે ફોઈના દીકરાએ મામાની દીકરીને પીંખી નાખી. વાત છે દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામની કે જ્યાં એક બાર વર્ષની સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. એક દિવસ અગાઉ ગુમ થયેલી મુકબધીર ગુમ થયા મામલે ડીસા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ વહેલી સવારે મોટી ભાખર ગામની સીમમાંથી એક સગીરાનું ગળું કાપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા પોલીસને હની માળીની લાશ હોવાનું સામે આવ્યું. સગીરાની પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા કરી હોવાનું સામે આવતા જિલ્લાની એલસીબી, દાંતીવાડા પોલીસ, ડીસા ઉત્તર તેમજ રૂરલ પોલીસ સહિત ડીસા ડિવિઝનના મોટાભાગના અધિકારીઓ ગુનાના આરોપીને શોધવા માટે કામે લાગ્યા હતા. જે મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને સત્વરે ઝડપી પાડયો હતો. પોતાના બાઈક પાછળ બેસાડી આરોપી મુકબધીર અને લઈ જતો માલુમ પડતાં જ પોલીસે આરોપી નિતીન માળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પીડિતા અને આરોપી મામા ફોઈના સંતાન છે. પીડિતા બાળપણથી જ મુકબધીર હતી. જ્યારે આરોપીની ઉંમર 25 વર્ષ જેટલી થઇ ગઇ હોવા છતાં હજુ સુધી લગ્ન થયા ન હતાં. પોતાની શારીરિક સુખ સંતોષવા માટે તેણે પોતાની મામાની દીકરીને જ પોતાના હવસનો શિકાર બનાવી. પીડિતાની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી ને ડર હતો કે તેનો ગુનો બહાર આવશે તો મોટી મુશ્કેલી સર્જાશે. જે ડરના કારણે છરી વડે પીડિતાનું ગળું કાપી હત્યા કરી.નોંધનીય છે કે, કિશોરીની કોઇ જ ભાળ ન મળતાં તેના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ કરી હતી અને બાદમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હાલ પીડિતના પરિવારના લોકો આરોપીઓને કડક સજા મળે તેવી અપીલ કરી રહ્યા છે.


 

Related News