રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીના શેડ: કપાસના શેડનું કામ જોરશોરથી ચાલુ

RAJKOT-NEWS Publish Date : 27 October, 2020 01:52 AM

રાજકોટમાં હવે કપાસ કે મગફળી વરસાદમાં અહીં પલળે, વરસાદી આફત સામે આવી ગયું છે યાર્ડમાં નવું કવચ શેડના રૂપમાં કાર્યરત થઇ રહ્યું છે , રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડીકે સખીયા નું કહેવું છે કે વરસાદ અને માવઠાથી વારંવાર મુશ્કેલી સર્જાઈ છે ખાસ તો મગફળી અને કપાસ કાયમ માટે આ મુશીબ્તનો સામનો કરે છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લઈને કપાસના વિભાગમાં અદ્યતન શેડ બનવવાનું શરૂ કરવામાં આવ્યું છે આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કપાસ નો શેડ કાર્યરત થઇ જાય એટલે દિવાળી બાદ મગફળી માટે યાર્ડની છેવાડે આવેલી જગ્યામાં શેડ અને દીવાલ નું કામકાજ શરૂ કરી દેવામાં આવશે બંને કામ માટે અંદાજિત 15 કરોડ આસપાસનો ખર્ચ થવાનો છે હાલ કપાસ માટેનું કામકાજ નો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે અને તેનું કામકાજ જોરશોરથી ચાલી રહ્યું છે ,બંને જણસ માટે શેડ થઇ જવાને પગલે પાણી અને તાપથી માલને રક્ષણ મળશે સાથે સાથે ખેડૂતો અને વેપારીઓને પણ રાહત પહોંચશે 

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણી અને તાપથી ખેડૂત અને વેપારી બંને નું નુકસાન થાય છે આ અંગે અનેક વખત નવા શેડ બનવવા માટે માંગણીઓ થતી રહી છે ત્યારે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ માટે ના શેડ નું કામકાજ જોર શોરથી ચાલી રહ્યું છે તો મગફળી ના શેડ અને દિવાલનું કામકાજ દિવાળી બાદ શરૂ થઇ જશે આમ વરસાદી આફત સમયે પણ કપાસ અને મગફળીના પાકને નુકસાન થી બચાવવા માટે રાજકોટ યાર્ડ દ્વારા મહત્વના શેડ ની કામગીરી શરૂ કરવામાં આવી છે 

 

Related News