બિહારમાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત : પોલમાં તેજસ્વી યાદવની પાર્ટી સૌથી મોટી પાર્ટી બની શકે છે 

TOP STORIES Publish Date : 07 November, 2020 03:02 AM

બિહારમાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત : પોલમાં તેજસ્વી યાદવની પાર્ટી સૌથી મોટી પાર્ટી બની શકે છે 

 

બિહારની ચૂંટણી પૂર્ણ થઇ છે અને હવે ઘડીઓ ગણાય રહી છે પરિણામની , બિહારમાં ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ એકઝીટ પોલ પણ સામે આવ્યા છે જેમાં લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે , તેજસ્વી યાદવ ની પાર્ટી બહુમતની નજીક રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ,તો ભાજપ અને જેડીયુ ગઠબંધન ને ધોબી પાછળ મળતી જોવા મળી રહી છે ,  નીતીશ કુમાર માટે આ ચૂંટણી ખુબ જ આકરી કસોટી કરાવનારી રહી છે સ્વભાવે શાંત રહેતા નીતિન ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર ગુસ્સે ભરાયેલા હતા તો ચૂંટણીમાં જનસભામાં ડુંગળીના ભાવ અને નોકરી સહિતના મુદ્દે લોકોએ ભારે હોબાળો કર્યો હતો, જોકે હવે રાહ જોવાઈ રહીયુ છે...

 

એકઝિટ પોલ મુજબ આ સ્થિતિ જોવામાં આવી રહી છે 

 

ભાજપ -જેડીયુ = 91-119 

 

એમજીબી =       119 થી 138

(મહાગઠબંધન )

 

અન્ય = 6 થી 8 

 

બિહાર ચૂંટણીમાં જો નીતીશ કુમાર નો પરાજય થશે તો સૌથી મોટું કારણ બેરોજગારી, સ્થાનિક લોકોને પડી રહેલી હાલાકી, યુવાઓ માટે નોકરીની અછત, અને દારૂ બંધી મુખ્ય માનવામાં આવે છે જોકે હવે ગણતરીની ઘડીઓ ગણાય રહી છે અને હવે માત્ર અનુમાનના આધારે ઉતેજના જ ફેલાઈ રહી છે 

Related News