ઇઝરાયેલ અને ભારતની દોસ્તીના 3 દાયકા :દિલ્હીમાં બ્લાસ્ટથી દેશમાં એલર્ટ 

TOP STORIES Publish Date : 29 January, 2021 09:52 PM

ઇઝરાયેલ અને ભારતની દોસ્તીના 3 દાયકા :દિલ્હીમાં બ્લાસ્ટથી દેશમાં એલર્ટ 

 

નવી દિલ્હી 

 

નવી દિલ્હી ખાતે આવેલા ઇઝરાયલના દૂતાવાસ નજીકમાં સાંજના સમયે બ્લાસની ઘટનાને પગલે દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે , દિલ્હીના વીવીઆઈપી એરિયામાં બનેલી આ ઓચિંતી ઘટના ને પગલે સુરક્ષા દળ અને એનઆઈએ ની ટીમે તપાસ શરૂ કરી છે... ભારત અને ઇઝરાયલના ત્રણ દાયકા કરતા વધુ જુના અને મજબૂત સંબંધોના દિવસની વર્ષગાંઠ પ્રસંગે બનેલી આ અનપેક્ષિત ઘટનાને પગલે ભારતમાં એલર્ટ છે , ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર એ હુમલાની નિંદા કરીને ઇઝરાયલના વિદેશ મંત્રી સાથે વાતચીત કરીને સમગ્ર મામલે હુમલાખોરો ને કોઈ કિંમતે છોડવામાં નહિ આવે તેવી ખાતરી આપીને ભારત અને ઇઝરાયલના મજબૂત સંબંધોને લઈને એકબીજાને તમામ મદદ કરવાની ખાતરી ઉચ્ચારી છે 

Related News