ઇસ્લામ મુદ્દે ફ્રાન્સ અને ટર્કી વચ્ચે ભયંકર તણાવ : ફ્રાંસે રાજદૂતને પરત બોલાવ્યો 

INTERNATIONAL Publish Date : 26 October, 2020 11:07 AM

ઇસ્લામ મુદ્દે ફ્રાન્સ અને ટર્કી વચ્ચે ભયંકર તણાવ : ફ્રાંસે રાજદૂતને પરત બોલાવ્યો 

 
ફ્રાન્સ ની એક સ્કૂલના ટીચર દ્વારા મોં.પેગંબર નું કાર્ટૂન બતાવવા મુદ્દે તેની એક શખ્સ દ્વારા કરવામાં આવેલી હત્યા મુદ્દે ફ્રાન્સમાં ઇસ્લામિક કટ્ટરવાદ સામે હારે આક્રોશ જોવા મળ્યો છે , સ્કૂલી ટીચરની ઘાતકી હત્યા મામલે ફ્રાન્સમાં કટ્ટર ઇસ્લામિક વિચારધારા સામે રોષ ભભૂક્યો છે અને વિવિધ સ્તરે પ્રદર્શનથયા હતા , રાષ્ટ્રપતિ મેક્રોએ અરેબિકમાં ટ્વીટ કરીને કટ્ટરતા અને ઇસ્લામિક આતંકવાદ સામે રોષ ઠાલવીને માનવ સભ્યતાનું સમર્થન કરીને જણાવ્યું કે મતભેદ વચ્ચે માનવીય સંવાદ સ્વીકાર્ય છે કટ્ટરતા નહીં , તો મેક્રો ના આ ટ્વીટ બાદ તુર્કી ગુસ્સે ભરાયું હતું અને તેને મેક્રો ને નિશાન બનાવી માનસિક સંતુલન ગુમાવી દેનાર વ્યક્તિ ગણાવીને સારવાર કરાવવાની ટિપ્પણી કરાવી દીધી હતી તો તુર્કીની આ ટિપ્પણી મુદ્દે ફ્રાંસે તુર્કી માંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધો છે , ફ્રાન્સ ની કાર્યવાહીથી તુર્કી અને ફ્રાન્સ વચ્ચે તણાવ વધ્યો છે અને યુરોપમાં બને દેશોના તણાવને નવા જ પ્રકારના વૈશ્વીક સંકટના રૂપમાં જોવામાં આવી રહ્યું છે 

Related News