મારુતિની આ કાર ક્રેસ ટેસ્ટિંગમાં થઇ ફેલ : જાણો કેટલા મળ્યા માર્ક્સ 

BUSINESS Publish Date : 17 November, 2020 02:43 AM

મારુતિની આ કાર ક્રેસ ટેસ્ટિંગમાં થઇ ફેલ : જાણો કેટલા મળ્યા માર્ક્સ 

 
 
મારુતિ સુઝુકીની મીની એસયુવી તરીકે પ્રચલિત બનેલી કાર ક્રેસ ટેસ્ટમાં ફેલ થઇ છે, મારુતિની S-Presso કાર નું એક્સીડેન્ટ ક્રેસ ટેસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં તેને સુરક્ષાની દ્રષ્ટિએ ઝીરો માર્ક્સ મલ્યા છે , જીહા સુરક્ષા ની દ્રષ્ટિએ મારુતિની S-Presso કાર નબળી અને ઢીલી પુરવાર થઇ છે  આ કાર મીની સેગમેન્ટમાં ખુબ જ લોકપ્રિય છે જોકે તે સુરક્ષાના માનકો ઉપર પૂર્ણ રૂપથી ખરી નથી ઉતરી , મારુતિ S-Presso ની શરૂઆતી કિંમત માત્ર 4 લાખ રૂપિયા છે જેને કારણે ગ્રાહકો આકર્ષિત થઈને તેનું બુકીંગ પણ કરાવે છે પરંતુ જે પ્રકારે દાવો થઇ રહ્યો છે એ જોતા આ મારુતિના અને ખાસ કરીને S-Presso ખરીદનાર કાર માલિકોમાં ચિંતા થાય એ સ્વાભાવિક છે 
 
ગ્લોબલ એનસીએપી ટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ક્રેસ ટેસ્ટ દરમિયાન આ કાર ચાલાક અને તેની સાથે બેસેલા સહચાલક ને છાતીના ભાગે સુરક્ષા આપવામાં નિષ્ફળતા મળી છે  સહચાલક ની ગરદન સુધી અકસ્માતમાં ભયંકર નુકસાન થાય છે તો કાર નું બોડી પણ હેવી લોડ માટે સક્ષમ ન હોવાનું ટેસ્ટમાં સામે આવ્યું છે ટેસ્ટિંગ એજન્સી એનસીએપી ના પ્રવક્તા નું કહેવું છે કે આ ટેસ્ટ રિપોર્ટ બેહદ નિરાશા જનક છે અને તેનાથી અમને ચિંતા છે કારણ કે મારુતિ દેશની અંદર સૌથી વધુ વેચાણ હિસ્સો ધરાવે છે એરબેગ હોવા છતાં પણ પૂર્ણ સુરક્ષા પ્રાપ્ત નથી થઇ શકી 

Related News