કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે રૂા. ૨૪ કરોડના ખર્ચે થનાર  ફોફળ ૧ અને ૨ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત સંપન્ન

SAURASHTRA Publish Date : 20 January, 2021 06:49 PM

કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે રૂા. ૨૪ કરોડના ખર્ચે થનાર  ફોફળ ૧ અને ૨ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત સંપન્ન

 અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ૨૫ જેટલા લાભાર્થી ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની ફોફળ ૧ અને ૨ જૂથ સુધારણા યોજનાનો ગઇકાલે શુભારંભ કરાયો હતો.
        રૂ. ૨૩૯૮ લાખના ખર્ચે  તૈયાર થનાર આ યોજના અંગે મંત્રીશ્રી જયેશભાઈ રાદળીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર જામમંડોરણા તાલુકાને પીવાનું પાણી પુરૂ પાડતી ફોફળ ૧ અને ૨ જૂથ યોજના કાર્યરત હતી. પરંતુ છેવાડાના ૨૫ ગામોને પીવાનું શુદ્ધ પાણી પુરતી માત્રામાં મળી શકતું ન હતું. આ જુથ સુધારણા યોજના અન્વયે રાજ્યસરકાર અને પાણી પુરવઠા નિભાગ દ્વારા છેવાડાના ૨૫ ગામોને પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડવા ફોફળડેમમાં ઈંન્ટેક વેલ બનાવીને “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ ૨૫ જેટલા લાભાર્થી ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના બનાવવામાં આવી છે.
     અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં ઉપલબ્ધ પાઈપલાઈન નેટવર્કની ક્ષમતા ૭૦ એલ.પી.સી.ડી.ની છે. જેના કારણે છેવાડાના ૨૫ ગામોને પીવાનું શુદ્ધ પાણી પુરતી માત્રામાં મળી શકતું ન હતું. ઉપરાંત,હાલ ફોફળ ડેમની કેનાલમાંથી રો વોટર લેવામાં આવતુ હોય તેમજ ડેમમાં જયારે પાણીનું લેવલ ઓછું હોય ત્યારે ફ્લોટિંગ મશીનરી બેસાડીને પંપ કરવું મુશ્કેલી ભર્યું હતું પરંતુ  આ જુથ સુધારણા યેાજના અન્વયે ફોફળ ૧ અને ૨ જૂથ સુધારણા યોજનાની નવી ડિઝાઇન મુજબ ૧૦૦ એલ.પી.સી.ડી.ની ગણતરી કરીને તે મુજબની નવી પાઇપ લાઇન તેમજ ફોફળડેમમાં ઈંન્ટેક વેલ બનાવીને નલ સે જલ કાર્યક્રમ હેઠળ ૨૫ જેટલા લાભાર્થી ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના બનાવવામાં આવી છે.
     આ યોજના અંતર્ગત રૂ. ૨૩૯૮ લાખના ખર્ચે ફોફળ ડેમ પર ૧૨ મીટર વ્યાસનો ઇન્ટેક વેલ, રાઇઝિંગ ડી.આઇ પાઇપ લાઇન, ગ્રેવિટી/ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૪ એમ.એલ.ડીની ક્ષમતા, આર.સી.સી ઉંચી ટાંકી, આર.સી.સી ભૂગર્ભ સંપ, આર.સી.સી પમ્પીંગ મશીનરી પાવર કનેક્શન તથા આનુષંગીક કામગીરી કરવામાં આવશે.
    આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી દીલીપભાઇ રાણપરીયા, તાલુકા અને જિલ્લાના અગ્રણીઓ સાથે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
                          

Related News