ચીની રાષ્ટ્રપતિએ સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું : શી જિનપિંગને યુદ્ધનો ઉન્માદ ચડ્યો 

INTERNATIONAL Publish Date : 14 October, 2020 02:44 AM

ચીની રાષ્ટ્રપતિએ સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું : શી જિનપિંગને યુદ્ધનો ઉન્માદ ચડ્યો 

ચીની રાષ્ટ્રપતિએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે , શી જિનપિંગે ચીની સેનાના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે , રાષ્ટ્રપતિ શી એ જણાવ્યું કે સૈનિકોએ ગમે ત્યારે દેશ માટે લાડવા તૈયારી શરૂ કરી દેવાની જરૂર છે , ચીની રાષ્ટ્રપતિએ સૈનિકોને  ઝોન માં એક કાર્યક્રમ ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું શી જિનપિંગે જણાવ્યું કે સેનિકોએ શુદ્ધ દેશભક્તિ સાથે દુશ્મનોને ભરી પીવા તૈયાર રહેવું , જિનપિંગ નો સ્પષ્ટ ઈશારો તાઇવાનને લઈને હોવાનું માનવામાં આવી રહ્યું છે , હાલમાં ભારત સાથે લડાખ સરહદે ચીની સેનાએ અને ભારતીય સેનાએ સામસામે ટક્કર આપી છે અને બને સેનાઓ વચ્ચે હજુ પણ એટલો જ તણાવ છે , જોકે ચીન અને તાઇવાન વચ્ચે નો તણાવ સૌથી વધુ હોવાનું વૈશ્વિક નિષ્ણાંતો મણિ રહયા છે  ચીન વારંવાર તાઇવાનને ગળી જવા માટે ધમકીઓ આપતું રહ્યું છે જોકે અમેરિકાના ખુલ્લા ટેકાને પગલે ચીન કોઈ પગલાં ભરતા ખચકાઈ રહ્યું છે 

Related News