હું મોઢું ખોલીશ તો તમને ભારે પડી જશે.... દીપ સિદ્ધુએ ખેડૂત નેતાઓને આપી ધમકી 

NATIONAL NEWS Publish Date : 28 January, 2021 01:49 PM

26 મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલ હિંસા અને નિશાન સાહિબ ધ્વજ લગાડનારા પંજાબી અભિનેતા દીપ સિદ્ધુની એક વિડિયો ક્લીપ ફરતી થઇ હતી જેમાં એ ખેડૂત નેતાઓને ધમકી આપી રહેલો જોઇ સાંભળી શકાતો હતો.

લાલ કિલ્લા પર નિશાન સાહિબ ધ્વજ લગાડ્યા પછી નાસી ગયેલા દીપે ખેડૂત નેતાઓને એવી ધમકી આપી હતી કે તમે મને ગદ્દાર અને ભાજપનો એજન્ટ કહો છો પરંતુ હું મોઢું ખોલીશ તો તમે કોઇન મોઢું બતાવવા જેવા નહીં રહો...હું તમારી પોલ ખોલી નાખીશ તો તમને દિલ્હીથી નાસી જવાનો માર્ગ સુદ્ધાં નહીં મળે....ફેસબુક પર વિડિઓ શેર કરી કહ્યું કે  -હું ક્યાંય ભાગ્યો નથી સિંધુ બોર્ડર પર જ છું,મે આટલા દિવસ બધું સહન કર્યુ કેમ કે હું નહોતો ઈચ્છતો કે આપણા આ સંઘર્ષને કોઈ નુકસાન પહોંચે.

છેલ્લી સંસદીય ચૂંટણી વખતે દીપે અભિનેતા સની દેઓલ માટે પ્રચાર કર્યો હતો એ સમયની સની દેઓલ તથા વડા પ્રધાન સાથેની દીપની તસવીરો પણ ફરતી થઇ હતી. ખેડૂત નેતાઓએ દીપને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ટ ગણાવ્યો હતો 

Related News