દિવાળી ઉપર બજારમાં 101 પ્રકારના મુખવાસ : હાનિકારક કેમિકલથી રહેજો સાવધાન 

RAJKOT-NEWS Publish Date : 01 November, 2020 10:58 AM

દિવાળી ઉપર બજારમાં 101 પ્રકારના મુખવાસ : હાનિકારક કેમિકલથી રહેજો સાવધાન 

 

 

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે જોકે દિવાળીની રોનક જરૂર બજારમાં જોવા મળી રહી છે , આ વર્ષે દિવાળી ઉપર મહેમાનોને આવકારવા માટે 101 પ્રકારના મુખવાસની વેરાયટી બજારમાં આવી છે , રાજકોટના ગઢની રાંગ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ , સાંગણવા ચોક અને પાર બજાર વિસ્તારમાં મુખવાસની સંખ્યાબંધ દુકાનો આવે છે , આમ તો અહીં બારેમાસ અવનવજી વેરાયટીમાં મુખવાસ ઉપલબ્ધ રહે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે ઘરે અને ઓફિસ આવતા મહેમાનોને આવકાર આપવા અને નાસ્તા બાદ મોઢું ચોખ્ખુ કરવા માટે મુખવાસ પીરસવા અવનવી 101 પ્રકારની વેરાયટીઓ બજારમાં આવી છે 

રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ ખાતે વર્ષોથી મુખવાસનો વ્યવસાય કરતા રમેશભાઈ જણાવે છે કે દિવાળીએ અવનવી વેરાયટીઓ મુખવાસમાં ઉપલબ્ધ થઇ છે , હાલ લોકો હેલ્થ કોન્શ્યન્સ છે એટલે ખાસ ઓર્ગેનિક મુખવાસની ડિમાન્ડ રહે છે , બજારમાં સોપારી, મીઠી વરિયારી, સેવર્ધન સોપારી અને તૃટીફ્રૂટી મુખવાસ તો છે જ સાથૅ  સાથે બજારમાં અમલા, અવનવી તીખી મીઠી પીપર, તલ, અજમા, સુવા નો હર્બલ મુખવાસ ઉપલબ્ધ છે તો ખાસ આમળા સાથે મેંગો મુખવાસ સાથે ગુલાબ અને મિન્ટ ફ્લેવરમાં સોપારી સાથે મિક્ષ્સ મુખવાસ ડિમાન્ડમાં છે 

 

જોકે દિવાળીએ મુખવાસ ના શોખીનોએ સાવધાન રહેવાની જરૂર છે , જેમ બજારમાં અવનવા મુખવાસ ઉપલબ્ધ છે તેમ તેને બનાવવા માટે બિન આરોગ્યપ્રદ કલર અને સ્વાદ માટે કેમિકલનો ઉપયોગ હાનિકારક સાબિત થઇ શકે છે , બજારમાં અવનવી સોપારી અને મીઠા મુખવાસ માં કેમિકલ  તેને આકર્ષક અને રંગીન બનાવી વેંચવામાં આવે છે જે હાનીકારકજ અને નવા વર્ષે તમારું અને મહેમાનનું મોઢું ખરાબ કરી શકે છે 

Related News