આ દિવાળીએ મહેમાનોને આવકારવા શું બનાવશો ઘરે

GUJARAT Publish Date : 11 November, 2020 03:36 AM

આ દિવાળીએ મહેમાનોને આવકારવા શું બનાવશો ઘરે

દિવાળીનો તહેવાર એ દરેક ભારતીયનો સૌથી મોટો તહેવાર છે , તો ગુજરાતી માટે દિવાળી એટલે ખાસ છે કારણ કે દિવાળી બાદ શરુ થતા નવા વર્ષમાં મહેમાનોને આવકારવા માટે દરેક ગુજરાતી પરિવારના ઘરે મીઠાઈ થી લઈને ફરસાણ સુધી અને ઠંડા પીણા થી લઈને અવનવી ખાણીપીણીની વેરાયટીઓ બનાવવામાં આવે છે, ખાસ તો મહેમાનોનું સ્વાગત નવા વર્ષે અલગ જ અંદાજ માં ગુજરાતી અને કાઠિયાવાડી પરંપરા મુજબ કરવામાં આવે છે

દિવાળી ઉપર બને છે ખાસ ચેવડો અને તીખી અને મોરી પુરી

દિવાળીના તહેવાર ઉપર કાઠિયાવાડમાં ઘરે ઘરે ચેવડો અને ગાંઠિયા સાથે મેંદાની પુરી અને ફાફડા તેમજ મઠિયા બનવવામાં આવે છે , એટલું જ નહીં , ઘરે ઘરે અવનવા ફરસાણ બનવવામાં આવે છે ,મીઠાઈ માં ખાસ મોહનથાળ થી લઈને મેસુબ સુધી અને ગુજિયા થી લઈને ચોરાફરી સુધી બનવામાં આવે છે અને ખાસ પીરસવામાં આવે છે

ચવાણું અને તીખા ગાંઠિયા સૌના ફેવરિટ છે

દિવાળી ઉપર ઘરે ઘરે અવનવા ફરસાણ બનવવામાં આવે છે જેમાં સૌથી વધુ બનતી વાનગી હોઈ તો એ છે ગાંઠિયા અને ચવાણું , ચેવડાથી બિલકુલ અલગ અને સેવ, બુંદી, અવનવા કઠોળ, સાથે તેમાં સક્કરપારા અને તીખા ગાંઠિયા તેમજ મમરા સહિતની ફરસાણની વાનગીઓ મિક્સ કરીને બનવવામાં આવે છે કાઠિયાવાડી ચવાણું અને નડિયાદી ચવાણું બંને ના અલગ અલગ ટેસ્ટ હોઈ છે અને તે બંને સૌરાષ્ટ્રમાં બનવવામાં આવે છે

=========================================================================================

Related News