આ દિવાળી નકલી માવાથી બનેલી મીઠાઈ ક્યાંક તમારું સ્વસ્થ ન બગાડી નાખે 

TOP STORIES Publish Date : 11 November, 2020 04:12 AM

આ દિવાળી નકલી માવાથી બનેલી મીઠાઈ ક્યાંક તમારું સ્વસ્થ ન બગાડી નાખે 

 
દિવાળીને હવે માત્ર 2 દિવસની વાર છે અને બઝારમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે, દિવાળીના તહેવાર ઉપર જ મિલાવટખોર તત્વો અને કેમિકલ યુક્ત માવા અને મીઠાઈના ઉત્પાદકો સક્રિય બની જાય છે જેને લઈને તંત્ર તો ચેકીંગ સાઈટની કામગીરી કરતુ જ રહે છે પરંતુ લોકોએ પણ પોતાના સ્વસ્થ માટે જાગૃત અને સજાગ રેવાની જરૂર છે , ગુજરાતમાં મોટા પ્રમાણમાં દિવાળી મીઠાઈ ની ખરીદી અને આપ-લે થઇ છે અને તેને લઈને જ ભેળસેળીયા તત્વો સજ્જ બની જતા હોઈ છે, દિવાળીએ મીઠાઈ ની ખરીદી વધુ થતી હોવાથી માવાની મીઠાઈમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થવાની શક્યતા રહે છે જેમાં કેમિકલ અને અન્ય હાનિકારક વસ્તુઓ મીઠાઈમાં ભેળવવામાં આવે છે જેને લઈને લોકો નું સ્વસ્થ બગાડી શકે છે ક્યાંક મીઠાઈ ખાધા બાદ તમારી તબિયત અને દિવાળી બગાડી ન જાય , જોકે બધી જ મીઠાઈ ભેળસેળ વળી નથી હોતી સાવધાન રહીને અને પ્રતિષ્ઠિત મીઠાઈના દુકાનદાર તેમજ ભરોસાપાત્ર મીઠાઈ ના દુકાનદારો પાસેથી જ ખરીદવી જોઈએ અથવા મીઠાઈ ઘરે જ રહીને બનાવીને ખાવી અને ખવરાવવી જોઈએ , કેમિકલ યુક્ત મીઠાઈ ખાવાથી પેટમાં, આંતરડામાં,લીવરમાં, હૃદયમાં,સ્કિનમાં અને મોઢામાં ગંભીર રોગ થવાની શક્યતા રહેલી છે,આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે  નકલી અને ભેળસેળયુક્ત મીઠાઈ થી સાવધાન રહેવાનું અને સસ્તી અને ભેળસેળયુક્ત મીઠાઈ થી લોકોએ સજાગતા રાખીને દિવાળી ઉજવવી જોઈએ 

Related News