દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશને વિશેષ શણગાર કરાશે, મંગળા આરતી અને અન્નકુટ દર્શનનો સમય જાહેર

DHARM BHAKTI Publish Date : 07 November, 2020 03:29 AM

દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશને વિશેષ શણગાર કરાશે, મંગળા આરતી અને અન્નકુટ દર્શનનો સમય જાહેર: ગાઈડલાઇનનું પાલન કરવું ફરજીયાત 

નૂતન વર્ષના દિવસે દ્વારકાધીને અનન્કુટ ધરવામાં આવશે, અન્નકુટ દર્શન સાંજે 5થી 7 વાગ્યા સુધી કરી શકશે ભક્તો 

 

 દિવાળીએ તહેવારોમાં ભગવાન દ્વારકાધીશને વિશેષ શણગાર સાથે અન્નકૂટ ધરવામાં આવશે કોરોના ને લઈને દેવભૂમિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શન ના સમય અને કોરોના ગાઈડ લાઈનના પાલન માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે,દ્વારકાધીશ મંદિરની વહીવટી કચેરી દ્વારા દિવાળીના તહેવારોને લઈને એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં દ્વારકાધીશને વિશેષ શણગાર, દર્શન, અન્નકુટના સમય જાહેર કરવામાં આવ્યો છે. 13 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડનલાઈનનું દરેક ભાવિકોએ પાલન કરવું ફરજીયાત છે. આ પરિપત્ર દ્વારકા કલેક્ટરને પણ મોકલવામાં આવ્યો છે.

13  નવેમ્બર ધનતેરશના દિવસે દર્શનનો સમય
* શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે

14 નવેમ્બર- કાળી ચૌદશ અને દિવાળીના દિવસે દર્શનનો સમય 
*  મંગળા આરતી સવારે 5.30 વાગ્યે
*  શ્રીજીના દર્શ નિત્યક્રમ મુજબ
*  અનોસર (મંદિર બંધ) બપોરે 1 વાગ્યે
* ઉત્થાપન દર્શન સાંજે 5 વાગ્યે
* હાટડી દર્શન રાત્રે 8થી 8.30 વાગ્યા સુધી
* અનોસર (મંદિર બંધ) રાત્રે 9.45 વાગ્યે

15 નવેમ્બર- નૂતન વર્ષના દિવસે દર્શનનો સમય 
* મંગળાઆરતી સવારે 6 વાગ્યે
* શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે
* અનોસર (મંદિર બંધ) બપોરે 1 વાગ્યે
* અન્નકુટ દર્શન સાંજે 5થી 7 વાગ્યા સુધી
* અનોસર (મંદિર બંધ) રાત્રે 9.45 વાગ્યે

16 નવેમ્બર- ભાઈબીજના દિવસે દર્શનનો સમય 
* મંગળાઆરતી સવારે 7 વાગ્યે
* શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે
* અનોસર (મંદિર બંધ) બપોરે 1 વાગ્યે
* સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે

Related News