ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ નબળો : નેતાઓ પાસે કોઈ મુદ્દા જ નથી 

TOP STORIES Publish Date : 14 October, 2020 03:56 AM

ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ નબળો : નેતાઓ પાસે કોઈ મુદ્દા જ નથી 

 

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં આ વખતે કોઈ મહત્વનો મુદ્દો સામે નથી જેને પગલે મતદારો અને કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે , રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો પૈકી ભાજપે કોંગ્રેસ કુળના નેતાઓને સાચવી લીધા છે ,જોકે લીમડી બેઠક ઉપર સોમા ગાંડાની ટિકિટની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે , ભાજપે કિરીટસિંહ રાણા ને ટિકિટ આપીને ભાજપે પોતાના કાર્યકરોને સાચવા માટે મેસેજ આપ્યો છે , તો કોંગ્રેસ પેટા ચૂંટણી માં પોતાના ખમતીધર  મેદાનમાં ઉતારી રહી છે , જોકે આ વખતે ક્યાં મુદ્દાઓ મતદારો સમક્ષ લઈને જવું એ સતાધારી પક્ષ અને વિપક્ષ બને માટે મૂંઝવણ સમાન છે , જોકે કોંગ્રેસ દગાખોરી અને અન્ય મુદ્દાઓ આગળ ધરીને પ્રચાર કરી રહી છે ,જોકે મોરબી, ધારી, ગઢડા,કપરાડા અને ડીસામાં મામલો પેચીદો છે તો લીમડી અને અબડાસામાં ટક્કર જોવા મળી શકે છે , જેમ જેમ 3 નવેમ્બર નજીક આવશે તેમ તેમ પ્રચાર ગરમ થશે જોકે આ વખતે કોરોના ને પગલે મોટી રેલી કે ભીડ અને સભાઓ જોવા નહિ મળે 

Related News