'તૌકતે' વાવાઝોડાની અસર શરૂ, અરવલ્લી પંથકમાં વરસાદી માહોલ છવાયો 

GUJARAT Publish Date : 16 May, 2021 05:16 PM

'તૌકતે' વાવાઝોડાની અસર શરૂ, અરવલ્લી પંથકમાં વરસાદી માહોલ છવાયો 

 
સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહેલા તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, વાવાઝોડાની અસરને પગલે અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે, કેટલાક સ્થળે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે તો કેટલા સ્થળે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, શામળાજી, ખેરવા,સહિતના આસપાસના પંથકમાં ,મેઘાવી માહોલ છવાઈ ગયો છે   

Related News