વાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ

NATIONAL NEWS Publish Date : 20 May, 2021 10:40 PM

વાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ


 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કરતા રાજુભાઈ ધ્રુવ

કોરોના ની કપરી સ્થિતિ વચ્ચે ત્રાટકેલા વાવાઝોડાનો સામનો પણ સરકારે  સજજતા સાથે યુદ્ધ ના ધોરણે કર્યો : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને વિશિષ્ટ આગોતરા આયોજન બદલ અભિનંદન:રાજુભાઇ ધ્રુવ

    અધિકારીઓ, કર્મચારીઓની સાથે મુખ્યમંત્રી પણ સતત ખડે પગે રહ્યા અને યુદ્ધ ના ધોરણે કામ કર્યા:

રાજકોટ તા ૨૦
બે દિવસ પહેલા ગુજરાતના સાગરકાંઠે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને તાત્કાલિક રૂ. ૧૦૦૦ કરોડની સહાય આપવાની જાહેરાત કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના સતત સક્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે આભાર વ્યક્ત કર્યો છે. એમણે જણાવ્યું છે કે નરેન્દ્રભાઇ હમેશા ગુજરાત માટે સંકટ મોચન સાબિત થયા છે. કોઈ પણ આપદા માં એમણે ગુજરાતને તરત સહાય કરી છે.

 રાજુભાઇએ જણાવ્યું હતું કે, તાઉ'તે વાવાઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા તાત્કાલિક રાહત સહાય માટે  ૧૦૦૦ કરોડની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત આવકારદાયક અને આભારને પાત્ર છે.  

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડાને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેવા મૃતકોનાં વારસદારોને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય ભારત સરકારે જાહેર કરેલી ૨ લાખની સહાય ઉપરાંત અપાશે. 

આમ, રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓનાં વારસદારોને કુલ ૬ લાખ રૂપિયાની સહાય મળશે. મુખ્યમંત્રીશ્રીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તાઉ'તે વાવાઝોડામાં ઈજા પામેલા લોકોને રાજ્ય સરકાર ૫૦ હજારની સહાય આપશે. આ સહાય પણ પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઈજા થઈ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ ૧ લાખની સહાય અપાશે. આ ઉપરાંત અસરગ્રસ્તોને કેશડોલ પણ આપવામાં આવશે. મતલબ કે, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા ગુજરાત માટે જાહેર કરવામાં આવેલી સહાયથી ખેડૂતોથી લઈ દરેક વર્ગની નુકસાન ભરપાઈ કરી શકાશે. એકપણ વ્યક્તિને આ આફતનાં સમયમાં આર્થિક નુકસાન ન ભોગવવું પડે એવું આયોજન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

એક તો કોરીનાનો સમય ચાલી જ રહ્યો છે, તંત્ર એમાં ઓતપ્રોત છે એવામાં આ અણધારી મુસીબત આવી પડી પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ એમાં  મક્કમ અને સજ્જ રહીને આગોતરું આયોજન કર્યું. લોકોનાં સ્થળાંતર થી લઈને અનેક પગલાં ઝડપથી લીધાં જેથી મોટા પાયે જાનહાનિ ટાળી શકાઈ છે.

કોરોનાકાળ માં મહામારી સામેની લડાઈ વેળાએ ગુજરાત ઉપર ત્રાટકેલા મહા ભયંકર વાવાઝોડાની વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કામગીરી આગોતરું આયોજન ,યુદ્ધ ના ધોરણે પ્રજા ની સુરક્ષા માટે  લીધેલા પગલાંઓ વખાણવા લાયક  છે. 
 તાઉ'તે વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકારની આગોતરી કામગીરીથી જાનમાલને નહિવત નુકશાન થયું છે.  ક્યાંક અનિચ્છનીય ઘટના કે અકસ્માત ન થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ  વાવાજોડા માં સંભવિત જિલ્લાઓ માં જવાબદારી સોંપવા માં આવેલ મંત્રીશ્રીઓ ,વહીવટી તંત્ર લાગતા વળગતા વિભાગો ના  અધિકારીઓ-કર્મચારીઓ કામે લાગી ગયા હતા જેના અનુભવોનો પણ ઘણો ફાયદો મળ્યો છે.ભાજપ સંગઠન ના તમામ શ્રેણી ના કાર્યકર્તાઓ-અગ્રણીઓ,સ્વૈચ્છિક સામાજિક સેવા સંસ્થાઓ પણ તંત્ર ની સાથે રહી લોકસેવા માં લાગ્યા તેનો ઘણો ફાયદો અસરગ્રસ્ત લોકો ને અસરકારક રીતે થયો. અસરગ્રસ્ત વિસ્તાર ની પ્રજા ની મદદે આવેલા  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન રાજ્યમાં સમગ્ર પરિસ્થિતિ પૂર્વવત કરવા માર્ગ-મકાન, ઉર્જા, કૃષિ સહિત વિભાગોનાં હજારો અધિકારીઓ યુદ્ધનાં ધોરણે કામે લાગ્યા છે. ટૂંકસમયમાં સમગ્ર પરિસ્થિતિ થાળે પડી જશે.

આજે મુખ્યમંત્રીશ્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પણ જવાના છે. 

રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું કે, ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે તાઉ-તે સુપર ચક્રવાતથી એક સ્તર નીચેનું ભયંકર વાવાઝોડું હોવા છતાં ગુજરાતમાં અન્ય રાજ્યનો સરખામણીમાં સૌથી ઓછી જાનહાની થઈ છે જે પાછળ ફક્તને ફક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દીર્ઘદૃષ્ટિ અને આગોતરું આયોજન જવાબદાર છે. 

ગુજરાત પર વાવાઝોડું ત્રાટક્યું પહેલાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કંટ્રોલરૂમ પહોંચી ગયા હતા અને આખી રાત તેમણે સમગ્ર રાજ્યનું મોનિટરિંગ કર્યું હતું. ખાસ કરીને ગામડાઓમાં વાવાઝોડાથી વધુ નુકસાન ન થાય તે માટે તેમણે વિશિષ્ટ આયોજન કરેલું અને જિલ્લા કલેક્ટરોથી લઈ સરપંચોને જરૂરી સૂચના આપેલી. અંતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારનાં મંત્રીઓ, અધિકારીઓ-કર્મચારીઓ, ઉર્જા-પોલીસ સહિત સમગ્ર  વહીવટી તંત્રની કુશળ કામગીરી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલી સહાયથી મહા ભયંકર વાવાજોડા નો સામનો કરવા માં ગુજરાત ની પ્રજા ને હિંમત અને બળ મળ્યું છે એવું રાજુભાઈ ધ્રુવે  જણાવ્યું છે.

Related News