હળવદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી રોહિદાસજી મહારાજની ૬૪૪ મી જન્મજયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી 

BREAKING NEWS Publish Date : 27 February, 2021 08:46 PM

હળવદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી રોહિદાસજી મહારાજની ૬૪૪ મી જન્મજયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી 

 

અમિતજી વિધાંણી હળવદ

 છોટાકાશી હળવદનું ઐતિહાસિક ધર્મ સ્થાન અને ગ્રામ્ય દેવતા મંદિર એવા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી રોહિદાસજી મહારાજ ની ૬૪૪ મી જન્મજયંતીની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા માં આવી હતી,. આ કાર્યક્રમ ના અધ્યક્ષ પદે શ્રી લવજીભાઈ પરમાર અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર મહંત પૂજ્ય દીપકદાસજી મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદ ના  સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ શ્રી રામનારાયણભાઈ દવે એ પ્રસંગોચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને શ્રી લવજીભાઈ પરમારે પૂજ્ય સંત શિરોમણી રોહિદાસજી મહારાજ ની મહિમા વર્ણવી હતી આ કાર્યક્રમ માં સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને આ કાર્યક્રમ માં સર્વ સમાજ ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ મહા અભિયાન નો સમાપ્તિ દિવસે અરવિંદભાઈ પટેલ દ્વારા હળવદ તાલુકા ની કુલ સમર્પણ નિધિ જાહેર કરી હતી જેમાં હળવદ ના ગામડે ગામડે અને શેરીએ શેરીએ થી રામભક્ત પરિવારો એ શ્રી રામ મંદિર ના નિર્માણ હેતુ હૃદય ના ભાવ થી સમર્પણ કર્યું હતું જેમાં હળવદ તાલુકા ની કુલ સમર્પણ નિધિ ૬૭,૯૦,૭૫૧ /- એકત્ર થઈ હતી ત્યારે આ કાર્ય માં સહયોગીઓ નો પણ આ તકે આભાર વ્યક્ત કર્યો હતો,..આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.              

 

Related News