સુન લે વુમનીયા ગીત યુટ્યૂબ ઉપર લોન્ચ કર્યું

RAJKOT-NEWS Publish Date : 09 March, 2021 12:30 PM

રાજકોટના યુવા કિ-નોટ સ્પીકર, હોસ્ટ, એંકર, વોઈસઓવર આર્ટીસ્ટ શ્રી મિહિર ચાવડા દ્વારા  વિશ્વ મહિલા દિવસ નિમિતે યુ-ટ્યુબ ચેનલ Mihir Chavda ના માધ્યમ થી પ્રસ્તુત કરાયેલ ગીત “Sun Le Womaniya” ને યુ-ટ્યુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સ એપ જેવા વિવિધ સોશિયલ મિડિયા માધ્યમો પર ટુંક સમય માં જ હજારો લોકો નિહાળી, શેર કરી ચુક્યા છે. આ અંગે શ્રી મિહિર ચાવડાએ જણાવ્યું કે “જીવન માં ભાગ્યે જ કોઈ દિવસ મહિલાઓના યોગદાન વગર જતો હશે. દરેક ક્ષેત્રમાં ડગલે ને પગલે મહિલાઓ વગર ચાલતું નથી અને ચાલવાનું નથી. જીવનનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. નારી શક્તિ હર હંમેશ વંદનીય છે. “સુન લે વુમનીયા” ગીત દુનિયાની સમગ્ર નારાયણીઓને અર્પણ છે, જેમનું જીવનમાં યોગદાન અતુલ્ય છે.” આ વિડીયો નિહાળવા યુ-ટ્યુબ પર સર્ચ કરો “Sun Le Womaniya Mihir Chavda” અથવા ક્લિક કરો આ લિંક પર: https://youtu.be/UIwmUTj64es. આપશ્રી તેમના સફળ પ્રયાસ માટે શુભેચ્છાઓ પાઠવવા મોબાઈલ નંબર ૯૯૭૮૭૧૧૯૧૧ પર સંપર્ક કરી શકો છો. 

Related News