આજે અક્ષય તૃતીયા, લગ્ન અને શુભકાર્યો માટે વણજોયું મુહૂર્ત ભગવાન પરશુરામ જયંતીની પણ સાદાઈથી ઉજવણી 

SAURASHTRA Publish Date : 14 May, 2021 09:31 AM

આજે અક્ષય તૃતીયા ;લગ્ન અને શુભકાર્યો માટે વણજોયું મુહૂર્ત ભગવાન પરશુરામ જયંતીની પણ સાદાઈથી ઉજવણી 

 

રાજકોટ 

આજે અક્ષય તૃતીયા છે , આજના દિવસને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે , અક્ષય તૃતીયાને શુભકાર્યો ખાસ કરીને લગ્ન, સગાઇ,ભુમીપુજન,ઉદ્ઘાટન સહિતના કર્યો માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે તો આજના દિવસે ભગવાન વિષ્ણુના 6ઠા અવતાર ભગવાન પરશુરામનો આજે જન્મ દિવસ છે , ભગવાન પ્રાગટ્ય દિવસની સમગ્ર સનાતન ધર્મીઓ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરે છે , તો ખાસ ભૂદેવો દ્વારા ભગવાનને વિશેષ રૂપથી પૂજન અર્ચન સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે , ભગવાન પરશુરામે આતતાઈ રાજાઓ થી આ પૃત્વીને મુક્ત કરીને સમગ્ર ભૂમિ બ્રામ્હણો ને દાન આપી દીધી હતી , ભગવાન ની અનેક કથાઓ પુરાણોમાં આવેલી છે તો સાથે સાથે આજના અક્ષયત તૃતીયાના દિવસે વણજોયતુ મુહૂર્ત માનવામાં આવે છે આજના દિવસે ભગવાન જગન્નાથજીના રથનું પૂજન અને અર્ચન કરીને રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવે છે આજે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે 

Related News