કોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા

RAJKOT-NEWS Publish Date : 08 May, 2021 03:17 PM

કોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે  ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા

રાજકોટ, 

ગોડલાધારમાં રહેતા અમરશીભાઇ કડવાએ પણ વિછિયાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇને સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. તેઓ કહે છે કે અમે ગરીબ માણસો કયારેય ખાનગી દવાખાનામાં ઉપચાર ન કરાવી શકીએ.  સરકારી દવાખાનાનો સ્ટાફ મારી સેવા – સારવાર માટે ખડે પગે ઉભો હતો. મારી સેવામાં કોઇ કમી રાખી નથી. દવા, ઇંજેકશન સમયસર આપતા.અત્યારે કોરોનામાં માણસ જ્યારે માણસથી ભાગી રહયો છે, તેવા સમયે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે, સાજો કર્યો છે. ભોજન-નાસ્તાની પણ અહી સુંદર વ્યવસ્થા હતી.   

Related News