મહેન્દ્રસિંહ ધોનીના ઘરે નવા મહેમાનનું આગમન :પત્ની સાક્ષીએ આપી માહિતી 

SPORTS Publish Date : 07 May, 2021 01:29 PM

મહેન્દ્રસિંહ ધોનીના ઘરે નવા મહેમાનનું આગમન :પત્ની સાક્ષીએ આપી માહિતી 

રાંચી 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન એમ એસ ધોનીના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે, મહેન્દ્રસિંહ ધોનીના પત્ની સાક્ષીએ સોસીયલ મીડિયા પ્લેટોરિમ ઉપર એક પિક્ચર શેર કરીને જણાવ્યું છે કે તેઓના પરિવારમાં બ્લેક કલરના ચેતક ઘોડાનું આગમન થયું છે , આ ઘોડાને ધોનીના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો છે , અને તે ધોનીના ડૉગી સાથે ખુબ જ મસ્તી કરે છે,  કાલા કલરના આ સુંદર ઘોડાનું નામ ચેતક રાખ્યું છે અને તેને ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવ્યો છે, આને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોની રાંચી પાસે રહેલા પોતાના ફાર્મ હાઉસમાં લમ્બો સમય પસાર કરે છે ત્યાં તે ઓર્ગેનિક શાકભાજી અને ખેતી કરે છે ફાર્મ હાઉસમાં તે કડકનાથ મુરઘા પણ ઉછેરે છે તો હવે તેના ફાર્મમાં કાળા કલારના સુંદર ચેતક ઘોડાનું પણ આગમન થયું છે 

Related News