રાજકોટ શ્રીભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે શ્રીધનશ્યામ મહારાજને વરીયાળીનો શૃંગાર

DHARM BHAKTI Publish Date : 14 March, 2021 12:12 PM

રાજકોટ શ્રીભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે શ્રીધનશ્યામ મહારાજને વરીયાળીનો શૃંગાર

 

(દર્શન મકવાણા જામજોધપુર)
શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ માં બિરાજતા શ્રી ધનશ્યામ ,શ્રી હરિકૃષ્ણ મહારાજને લીલી વરીયાળી ના નયનરમ્ય સુંદર વાઘા ધરવામાં આવ્યાં છે. ચી.મહાવીરસિંહજીના જન્મદિવસ નિમિત્તે ચંદુભાઈ ભીખુભાઇ જાદવના યજમાનપદે પ.ભ.શ્રી અમરસીભાઈ ,ધનશ્યામભાઇ,વજુભાઇ ,પીયૂષભાઈ ,કિરીટભાઈ, પાર્થભાઈ વગેરેએ ખુબ મહેનત કરીને વાઘા ત્યાર કર્યા હતા. આ તકે તમામ ભકતોને પૂ. હરિચરણ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતાં. તેમ રાજકોટ ના ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના પૂ.કોઠારી સ્વામી શ્રી રાધારમણદાસજીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related News