પાંઉં, પૌરાણા, ખેતાણી પરીવાર દ્વારા વાર્ષિક હવન. 

SAURASHTRA Publish Date : 08 March, 2021 08:30 PM

પાંઉં, પૌરાણા, ખેતાણી પરીવાર દ્વારા વાર્ષિક હવન. 

    

પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપાની અસીમ કૃપા તથા આર્શીવાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત દશમો વાર્ષિક હવન સંવત ૨૦૭૭ ના ચૈત્ર સુદ-૮ ને મંગળવાર તા.૨૦/૦૪/૨૦૨૧ ના રોજ પૂ. માતાજી તથા પૂ. ડુંગરબાપાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરેલ છે. પૂ. માતાજીના આ હવનમાં સર્વે કુટુંબી ભાઈઓ સહ પરિવાર હાજરી આપીને પૂ. માતાજીના તથા પૂ. ડુંગરબાપાના તથા પૂ. શ્રી ગોરધનદાદા દર્શન, પૂજન અર્ચનનો લાભ લેવા પધારે એવું જાહેર આમંત્રણ ટ્રસ્ટ દ્વારા પાઠવાયું છે.

આ હવનમાં એક સાથે પરિવારના ત્રણ દંપતિઓને બેસાડવાનો લાભ આપવામાં આવશે. જેથી આ યજ્ઞ (હવન) માં યજમાન પદે બિરાજવા માટે જેમની ઇચ્છા હોય તેઓ સંપૂર્ણ વિગત ભરીને તા. ૨૧/૦૩/૨૦૨૧ ને રવીવાર પહેલા ટ્રસ્ટની ઓફિસે રૂબરૂ અથવા પત્ર દ્વારા પહોંચતું કરવાનું રહેશે. જે ફોર્મ ભરીને આવેલ હશે તેમાં ફાગણ સુદ ૧૫ (પૂનમ) તા.૨૮/૦૩/ર૦૦૧ રવિવાર સાંજે ૫-૦૦ કલાકે શ્રી ભવાનીમાં તથા શ્રી ડુંગરબાપાના દેવસ્થાને રાણપુર (નવાગામ) પરીવારની હાજરી સમક્ષ ટ્રસ્ટી મંડળ દ્વારા ડ્રો કરવામાં આવશે અને જે પાંચ ભાગ્યશાળી દંપતિઓના નામ ડ્રોમાં નીકળશે તેમને હવનમાં યજમાન પદે બેસાડવામાં આવશે. આ યજ્ઞનો સંપૂર્ણ ખર્ચ પરિવારના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે આ યજ્ઞ (હવન) ની વધુ માહિતી માટે શ્રી અમરભાઈ ભુપતભાઈ પાઉ ફોન નં. ૨૩૬૯૧૦૦, ૨૩૬૧૪૫૭ મોબાઇલ નંબર ૯૭૧૨૯૮૨૮૦૦ સંપર્ક સાધવા વિનંતી.

 

–અમરભાઈ પાંઉં

Related News