રાજકોટ જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતોની ચુંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, રીસીવીંગ/ડીસ્પેચીંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ નિયત કરાયા

SAURASHTRA Publish Date : 25 February, 2021 10:25 PM


રાજકોટ જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતોની ચુંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, રીસીવીંગ/ડીસ્પેચીંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ નિયત કરાયા


૨૮ ફેબ્રુઆરીએ રાજકોટ, કોટડા સાંગાણી, લોધીકા, પડધરી, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જસદણ અને વિંછીયા તાલુકા પંચાયત અને રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ ૨ માર્ચે મતગણતરી યોજાશે

 


રાજકોટ, 
આગામી તા. ૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર રાજકોટ જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતોની ચુંટણી અન્વયે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ નિયત કરાયા છે.

રાજકોટ જિલ્લા તેમજ રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ આઈ.ટી.આઈ.,  શેઠ નગરની સામે જામનગર રોડ, માધાપર ખાતે રાખવામાં આવેલ છે.

કોટડા સાંગાણી તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર સ્થળ ઠાકોરજી મૂળવાજી વિનયન કોલેજ, કોટડાસાંગાણી અરડોઈ રોડ, કોટડા સાંગાણી  તથા મતગણતરી સ્થળ સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ, પડધરી ખાતે કરાશે.

લોધિકા તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર  શ્રીમતી એચ. પી. ખીમાણી વિદ્યાલય, થોરડી રોડ, લોધિકા ખાતે તથા મતગણતરી સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ, પડધરી ખાતે યોજાશે.

ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ સેન્ટ મેરી સ્કૂલ, ગુંદાળા રોડ ગોંડલ ખાતે યોજાશે.

જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ સેન્ટ ફ્રાન્સિસ હાઇસ્કુલ, રાજકોટ પોરબંદર હાઇવે, જેતપુર ખાતે યોજાશે. 

ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ નવી ભગવતસિંહજી હાઈસ્કુલ, સ્ટેશન રોડ, ધોરાજી  ખાતે યોજાશે.

ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ ટાવરવાળી તાલુકા શાળા, મામલતદાર કચેરી સામે, ઉપલેટા ખાતે યોજાશે.

જામકંડોરણા તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ નવી ભગવતસિંહજી હાઈસ્કુલ, સ્ટેશન રોડ, ધોરાજી ખાતે યોજાશે.

જસદણ તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ તાલુકા સેવા સદન, કમળાપુર રોડ, જસદણ ખાતે યોજાશે.

વિંછીયા તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ,  ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ તાલુકા સેવા સદન, મોઢુકા રોડ, વિંછીયા ખાતે યોજાશે તેમ ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related News