વ્યાપાર સમાચાર : ઈકેઆઈ એનર્જીનો આઇપીઓ

BUSINESS Publish Date : 24 March, 2021 10:33 AM

અખબારી યાદી
ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના પ્રત્યેકી ઈક્વિટી શેર દીઠ રૂ. 100-102ની પ્રાઈસ બેન્ડ સાથે 24મી માર્ચે ખૂલશે. પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના 18,24,000 સુધી ઈક્વિટી શેરોની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ

18,24,000 સુધી ઈક્વિટી શેરોની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ.
ઈક્વિટી શેર દીઠ રૂ. 100- રૂ. 102ની પ્રાઈસ બેન્ડ.
લઘુતમ બિડ લોટ 1200 ઈક્વિટી શેરોનો છે અને ત્યાર પછી 1200 ઈક્વિટી શેરોના ગુણાંકમાં.
ઈશ્યુ ખૂલવાની તારીખ- બુધવાર, 24 માર્ચ, 2021 અને ઈશ્યુ બંધ થવાની તારીખઃ શુક્રવાર, 26 માર્ચ, 2021
પબ્લિક ઈશ્યુ અને નેટ ઈશ્યુમાં કંપનીની ઈશ્યુ પશ્ચાત પેઈડ-અપ ઈક્વિટી શેરમૂડીના અનુક્રમે 26.53 ટકા અને 25.14 ટકાનો સમાવેશ થાય છે.

23મી માર્ચ, 2021- ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડ ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી સર્વિસીસ, કાર્બન ક્રેડિટ્સ ડેવલપર એન્ડ સપ્લાયર, બિઝનેસ એક્સલન્સ એડવાઈઝરી અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ્સના વેપારમાં હોઈ વીજ નિર્મિતી, કચરા વ્યવસ્થાપન, સ્વચ્છ વિકાસ યંત્રણા, હવાઈમથકો તેમ જ ઘણા બધા વધુ ઉદ્યોગો જેવાં સરકારી અને ખાનગી ક્ષેત્રોને સેવાઓ આપે છે, જે હવે તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ અથવા ઓફર) લાવી રહી છે, જે બુધવાર 24મી માર્ચના ખૂલશે અને શુક્રવાર 26મી માર્ચ, 2021ના રોજ બંધ થશે. તેની પ્રાઈસ બેન્ડ કંપનીના પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના રૂ. 100- રૂ. 102 ઈક્વિટી શેર (ઈક્વિટી શેરો)ની રહેશે.

ઈક્વિટી શેર દીઠ રૂ. 100- રૂ. 102ની પ્રાઈસ બેન્ડે રોકડ માટે પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના 18,24,000 સુધી ઈક્વિટી શેરોની આ ઈનિશિયલ પબ્લિક ઓફર રહેશે, જેમાં ફ્લોર પ્રાઈસના રૂ. 1824 લાખ અને કેપ પ્રાઈસના રૂ. 1860.48 લાખના એકત્રિત ઈક્વિટી શેર દીઠ રૂ. 90- રૂ. 92ના શેર પ્રીમિયમનો સમાવેશ રહેશે, જેમાં ફ્લોર પ્રાઈસ પર રૂ. 96 લાખ સુધી અને કેપ પ્રાઈસ પર રૂ. 92.92 લાખ સુધી એકત્રિત ઈક્વિટી શેર દીઠ રૂ. 100- રૂ. 102ની પ્રાઈસ બેન્ડ ખાતે રોકડ માટે પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના 96,000 સુધ  ઈક્વિટી શેરોનું અનામત ઈશ્યુના માર્કેટ મેકર (માર્કેટ મેકર અનામત હિસ્સો) દ્વારા અનામત સબ્સ્ક્રિપ્શન રહેશે. ઈશ્યુમાંથી બાદબાકી માર્કેટ મેકર અનામત હિસ્સો, એટલે કે, ફ્લોર પ્રાઈસ પર રૂ. 1728 લાખ સુધી અને કેપ પ્રાઈસ પર રૂ. 1762.56 લાખ સુધી એકત્રિત ઈક્વિટી શેર દીઠ રૂ. 100-રૂ. 102ની કિંમતે રોકડ માટે પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના 17,28,000 સુધી ઈક્વિટી શેરોના નેટ ઈશ્યુ હવે પછી નેટ ઈશ્યુ તરીકે સંદર્ભિત કરવામાં આવશે. ઈશ્યુ અને નેટ ઈશ્યુમાં કંપનીની ઈશ્યુ પશ્ચાત પેઈડ અપ ઈક્વિટી શેરમૂડીના અનુક્રમે 26.53 ટકા અને 25.14 ટકાનો સમાવેશ રહેશે.

આ ઈશ્યુ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેપ્ટર-9, ઈશ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ રેગ્યુલેશન્સ 2018 (સેબી (આઈસીડીઆર) નિયમન), સુધારિત અનુસારની દ,ટિએ બનાવવામાં આવ્યો છે, જે ઈશ્યુ કંપનીની ઈશ્યુ પશ્ચાત પેઈડ-અપ ઈક્વિટી શેરમૂડીના કમસેકમ 25 ટકા માટે રહેશે. આ ઈશ્યુ બુક બિલ્ટ ઈશ્યુ છે અને જનતાને નેટ ઈશ્યુમાં ફાળવણી સેબી (આઈસીડીઆર) નિયમન, સુધારિત અનુસાર,ના નિયમન 253ની દષ્ટિએ બનાવવામાં આવશે. વધુ વિગતો માટે કૃપા કરીને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પાના 230 પર ઈશ્યુ પ્રોસીજર જુઓ. સર્વ સંભવિત રોકાણકારો બેન્ક અકાઉન્ટ વિશે માહિતી આપીને યુપીઆઈ માધ્યમ (લાગુ મુજબ) થકી સહિત બ્લોક અમાઉન્ટ (એએસબીએ) પ્રક્રિયા દ્વારા સમર્થિત અરજી થકી ઈશ્યુમાં ભાગ લેશે, જે રકમ તે માટે સેલ્ફ- સર્ટિફાઈડ સિન્ડિકેટ બેન્કો (એસસીએસબીએસ) દ્વારા બ્લોક કરાશે. આ સંબંધમાં વિગતો માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પાના 230 પર ઈશ્યુ પ્રોસીજર જોવા માટે ખાસ ધ્યાન દોરવામાં આવે છે. ઈશ્યુની સર્વ પ્રાપ્તિઓ નવા ઈશ્યુની પ્રાપ્તિઓ તરીકે કંપનીમાં આવશે.

હેમ સિક્યુરિટીઝ લિમિટેડ ઓફરની બુક રનિંગ અને લીડ મેનેજર (બીઆરએલએમ) છે. ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડના ઈક્વિટી શેરો બીએસઈના એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટેડ થવાનું પ્રસ્તાવિત છે.

ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડ વિશેઃ
Eki એનર્જી સર્વિસીસ લિમિટેડ કંપની ધારા 1956ની જોગવાઈઓ હેઠળ 3 મે, 2011ના રોજ EKI એનર્જી સર્વિસીસ લિમિટેડ તરીકે રચવામાં આવી હતી. તે કાર્બન ક્રેડિટ્સ ડેવલપર એન્ડ સપ્લાયર, બિઝનેસ એક્સલન્સ એડવાઈઝરી અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ્સના વેપારમાં હોઈ વીજ નિર્મિતી, કચરા વ્યવસ્થાપન, સ્વચ્છ વિકાસ યંત્રણા, હવાઈમથકો તેમ જ ઘણા બધા વધુ ઉદ્યોગો જેવાં સરકારી અને ખાનગી ક્ષેત્રોને સેવાઓ આપે છે.

વર્ષ 2011માં તેણે સીડીએમ (ક્લીન ડેવલપમેન્ટ મેકેનીઝમ) / વીસીએસ (વેરિફાઈડ કાર્બન સ્ટાન્ડર્ડ) પ્રોજેક્ટમાંથી પાત્ર કાર્બન ક્રેડિટ્સ પ્રોજેક્ટ્સના વેલિડેશન, રજિસ્ટ્રેશન, મોનિટરિંગ, વેરિફિકેશન, ઈશ્યુઅન્સ અને પુરવઠા માટે કન્સલ્ટન્સીનો સમાવેશ ધરાવતી ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી સેવાઓનો વેપાર શરૂ કર્યો હતો. બજારમાંથી પ્રતિસાદ જોતાં અમારી કંપનીએ વર્ષ 2015માં કાર્બન ક્રેડિટ સપ્લાયમાં સેવાઓ વિસ્તારી હતી અને વિવિધ અન્ય સેવાઓ, જેમ કે, બિઝનેસ એક્સલન્સ એડવાઈઝરી સર્વિસીસ અને ટ્રેનિંગ સર્વિસીસ પણ શરૂ કરી હતી. આજે પર્યાવરણની સુરક્ષા અને ઊર્જા સંવર્ધન સંબંધમાં સમુદાયોમાં વધતી જાગૃતિને ધ્યાનમાં લેતાં કંપનીએ ઈલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ્સમાં પણ પ્રવેશ કર્યો છે. સરકાર સ્વચ્છ અને હરિત ભારત પર ભાર આપી રહી છે અને ઊર્જાના નવીનીકરણક્ષમ સ્ત્રોતો વિકસાવી રહી છે, જેનાથી વેપાર સમુદાયોમાં જાગૃતિ આવી છે અને કંપનીની કામગીરીમાં એકધારી વૃદ્ધિ અને વિસ્તરણ માટે માર્ગ મોકળો બન્યો છે. કંપની ઊર્જા સંવર્ધન, ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી અને વેપાર ઉત્કૃષ્ટતા ક્ષેત્રના ડોમેનમાં ગ્રાહકલક્ષી સેવાઓ પર કેન્દ્રિત છે, જ્યાં ગ્રાહકો કન્સલ્ટન્સી, એડવાઈઝરી, કોમ્પ્લાયન્સ, ઓડિટ્સ, ટ્રેડિંગ અને ટ્રેનિંગ સર્વિસીસ જેવી સેવાઓ મેળવીને વધુ નફાકારક અને સક્ષમ બની શકે છે. કંપની કાર્બન ઓફફસેટ્સ જનરેશન પ્રોજેક્ટ્સ અને નેશનલ / ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ અમલબજાવણી, મેનેજમેન્ટ કન્સલ્ટિંગ, ઓડિટ, રેનિંગ સંબંધી સેવાઓના અલગ અલગ પ્રકારની ISO 9001:2015 પ્રમાણિત પ્રદાતા છે, જે સંસ્થાઓનું પરિપ્રેક્ષ્ય ધ્યાનમાં લે છે અને સર્વ ઈચ્છુત પાર્ટીઓ હિસ્સાધારકો, કાનૂની અને નિયમન આવશ્યકતાઓની જરૂરતો અને અપેક્ષાઓને પહોંચી વળે છે.

કંપનીના પ્રમોટર શ્રી મનીષ કુમાર ડબકારા કાર્બન ક્રેડિટ જનરેશન, સપ્લાય અને ઓફફસેટિંગ, કાર્બન એસેટ મેનેજમેન્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ અને ક્વોલિટી મેનેજમેન્ટ ટ્રેનિંગના ક્ષેત્રમાં આશરે 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમને નેશનલ બોર્ડ ફોર ક્વોલિટી પ્રમોશન દ્વારા ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટે પ્રિન્સિપાલ કોન્ટ્રાક્ટર તરીકે એક્રેડિટેશન મળ્યું છે. તેઓ લીન મેન્યુફેક્ચરિંગ કન્સલ્ટન્ટ બાય ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરીકે પેનલમાં પણ છે. તેઓ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા જારી પ્રોવિઝનલ સર્ટિફિકેટ પણ ધરાવે છે, જે ભારત સરકારના વીજ મંત્રાલયના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા પ્રમાણિત એનર્જી મેનેજર તરીકે છે.

30 સપ્ટેમ્બર, 2020, 31 માર્ચ, 2020, 31 માર્ચ, 2019 અને 31 માર્ચ, 2018મના પૂરા થયેલા સમયગાળા માટે તેની કુલ મહેસૂલ અનુક્રમે રૂ. 5990. 33 લાખ, રૂ. 6590.44 લાખ, રૂ. 1975.57 લાખ અને રૂ. 698.68 લાખ રહી હતી.

30 સપ્ટેમ્બર, 2020, 31 માર્ચ, 2020, 31 માર્ચ, 2019 અને 31 માર્ચ, 2018મના પૂરા થયેલા સમયગાળા કંપનીનો વેરા પછાનો નફો અનુક્રમે રૂ. 538.58 લાખ, રૂ. 447.45 લાખ, રૂ. 68.04 લાખ અને રૂ. 26.91 લાખ રહ્યો છે. ઉપરાંત ભારતમાં અને ઓસ્ટ્રેલિયા, યુએસએ, જર્મની, યુરો અને ઘણા બધા જેવા વિવિધ દેશોમાં વ્યાપક ગ્રાહક મૂળ ધરાવે છે. દેશવિદેશમાં તેના વ્યાપક ફેલાયેલા ગ્રાહકોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, વર્લ્ડ બેન્ક, એઝ્યોર પાવર, કેરાલા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ, એનટીપીસી, ગેઈલ, જીએમઆર, આરબીઆઈ, એનએચપીસી, ભારતીય રેલવે, બેન્ક ઓફ બરોડા અને  ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.

કંપની સ્થિર અને સંરક્ષિત વેપાર મોડેલ ધરાવ છે, જેમાં ગ્રાહકો સાથે લાંબા ગાળાના કરારનો સમાવેશ થાય છે, જે એકધાર્યો મહેસૂલી પ્રવાહ, મજબૂત ઈબીઆઈડીટીએ અને વેરા પછીના નફાના માર્જિનની ખાતરી રાખે છે, જે અનુક્રમે લગભઘ 9.37ટકા અને 6.78 ટકા છે.

Related News