જેતપુર તાલુકાના ૨૮ ગામોમાં જળસંચય યોજના હેઠળ રૂ. ૮૭ લાખના ખર્ચે તળાવ ઊંડા ઉતારાશે

SAURASHTRA Publish Date : 31 March, 2021 09:21 PM

જેતપુર તાલુકાના ૨૮ ગામોમાં જળસંચય યોજના હેઠળ રૂ. ૮૭ લાખના ખર્ચે તળાવ ઊંડા ઉતારાશે

તાલુકા કક્ષાની સુજલામ સુફલામ જળ અભિયાન સમિતિમાં થયેલ ઠરાવ


રાજકોટ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા કક્ષાની સુજલામ સુફલામ જળ અભિયાન સમિતિની બેઠક ગોંડલના પ્રાંત અધિકારી શ્રી રાજેશ આલના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં મળી હતી.
આ બેઠકમાં તાલુકાના ૨૮ ગામના તળાવ ૧૦૦ % (સો ટકા) લોકભાગીદારીથી રૂ. ૮૭ લાખના અંદાજિત ખર્ચે ઊંડા ઉતારવા માટે સમિતિના સભ્યો દ્વારા ઠરાવવામાં આવ્યું હતું. 
જ્યારે આરબ ટીંબડી અને સરધારપુર ગામના બે ચેકડેમ સો ટકા લોક ભાગીદારીથી ઊંડા ઉતારવામાં આવશે. આ ચેકડેમ ઊંડા ઉતારવા માટે અંદાજે રૂ ૧.૫૦ (દોઢ) લાખ જેટલો ખર્ચ થશે તેમ તાલુકા કક્ષાની સમિતિના અધ્યક્ષ યાદીમાં જણાવાયું છે.

Related News