કોરોના ને લઈને આવ્યા સારા સમાચાર ; જાણો કઈ તારીખથી ઘટશે દેશમાં કોરોનાના કેસ 

NATIONAL NEWS Publish Date : 06 May, 2021 07:21 PM

કોરોના ને લઈને આવ્યા સારા સમાચાર ; જાણો કઈ તારીખથી ઘટશે દેશમાં કોરોનાના કેસ 

 
ન્યૂઝ ડેક્સ 
 
દેશમાં કોરોના ની બીજી લહેરે આતંક મચાવ્યો છે  ઓક્સિજન, બેડ,વેન્ટિલેટર અને ઇન્જેક્શન સાથે મૃતકો માટે સ્મશાન પણ ખૂટી ગયા હતા ત્યારે કોરોના થી ક્યારે રાહત મળશે એ સવાલ આજકાલ તમામ લોકો પૂછી રહયા છે .. અને તેનો જવાબ પણ લગભગ સામે આવી રહ્યો છે .. સરકારના મેથમેટિકલ એક્સપર્ટ ડો વિદ્યાસાગર એ આ અંગેની તારીખ પણ જાહેર કરી છે .. મેથમેટિક એક્સપર્ટ એમ વિદ્યાસાગરે જણાવ્યું છે કે કોરોના ના કેસ આ મહિનાના માધ્યમ ઓછા થવા લાગશે 7 મેં થી દેશમાં કોરોનાના કેસને લઈને ઘટાડો થવા લાગશે..  દેશમાં કેટલાક રાજ્યોમાં હાલ કોરોના પીક ઉપર છે તો કેટલાક રાજ્યોમાં બીજી લહેર શાંત થવાની તૈયારીમાં છે જોકે કોરોના થી સંપૂર્ણ ક્યારે રાહત મળશે એ કહેવું થોડું મુશ્કેલ છે જોકે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે ... પ્રોફેસર ડો વિદ્યાસાગર ના જણાવ્યા મુજબ કોરોના થી થોડી રાહત આગામી સપ્તાહે મળવાની શરૂઆત થશે .. વિદ્યાસાગર ના જણાવ્યા મુજબ જો બધું ગણિત ઠીક રહ્યું તો દેશમાં આગામી સપ્તાહથી કોરોના ના કેસની ઘટવાની શરૂઆત થશે અને દેશમાં રાહત થવા લાગશે 

Related News