વેકસીન લગાવો અને કોરોનાથી સ્વયંને, પરિવારને, સમાજને અને રાષ્ટ્રને બચાવો: પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી

NATIONAL NEWS Publish Date : 05 May, 2021 01:18 PM

વેકસીન લગાવો અને કોરોનાથી સ્વયંને, પરિવારને, સમાજને અને રાષ્ટ્રને બચાવો: પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી

                

વર્તમાન સમયમાં કોરોના સામે વેકસીન એ જ સુરક્ષા કવચ છે: પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી

               

   હાલના સંજોગોમાં સમગ્ર વિશ્વમાં લોકો કોરોનાથી પરેશાન છે. વેકસીન દ્વારા વૈજ્ઞાનિકો તેને નાથવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે અનુસાર પ્રથમ ફ્રન્ટલાઈન વૉરિયર ત્યારબાદ 60 વર્ષથી ઉપરના, 45 વર્ષથી ઉપરના અને અંતમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તા.1 મે ગુજરાત સ્થાપના દિવસના યાદગાર દિવસે ગુજરાત સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન લગાવવાના કાર્યનો પ્રારંભ થયો છે ત્યારે

                       સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક લોકોને વેકસીન લગાવવા અનુરોધ કર્યો હતો. આ પહેલાં તા.23 માર્ચના રોજ પૂજ્ય સ્વામીજી અને તેમનાં ધર્મપત્ની પૂજ્ય ગુરુમાએ સ્વયં વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને લોકોને પણ વેકસીન લેવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં વેકસીનને લઈને લોકોમાં મૂંઝવણ છે, વેકસીન લેવી કે નહીં એવી ગડમથલ છે ત્યારે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં કોરોના સામે લડવામાં વેકસીન એ જ સુરક્ષા કવચ છે. જો વેકસીન લીધી હશે તો કોરોનાની અસર પણ ઓછી થશે. આજે સરકાર પણ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને નિઃશુલ્ક વેકસીન આપી રહી છે ત્યારે મનમાં કોઈ પણ પ્રશ્નો ઊભા ન કરીને દરેકે વેકસીન લેવા આગળ આવવું જોઈએ અને વેકસીન દ્વારા કોરોના વાયરસથી સ્વયંને બચાવવા તેમજ  પરિવાર, સમાજ અને રાષ્ટ્રને બચાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપવો જોઈએ.

                      સમર્પણ ધ્યાન સંસ્કારના દેશવિદેશમાં અનેક આશ્રમો, ધ્યાનકેન્દ્રો છે અને લાખો લોકો જાતિ, દેશ,ભાષાના ભેદભાવથી પર થઈને ધ્યાન કરી રહ્યા છે. અત્યારના સમય અનુસાર આશ્રમો અને ધ્યાનકેન્દ્રો બંધ છે ત્યારે પૂજ્ય સ્વામીજીની ઓનલાઈન શિબિરો ઉપરાંત સામૂહિક ધ્યાનનો લાભ લોકો ઘરેબેઠા મેળવે છે અને હાલના સંજોગોમાં પણ નિયમિત ધ્યાન દ્વારા બેલેન્સ રહી શાંતિ અને સમધાનપૂર્વક જીવન જીવી રહ્યા છે.                                                                                                                         

Related News