ધોરાજીના ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે કોરોનાના ૨૨ દર્દીઓ સારવાર હેઠળ

SAURASHTRA Publish Date : 31 March, 2021 08:55 PM

ધોરાજીના ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે કોરોનાના ૨૨ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર પર ઓક્સીઝ્નની સુવિધા સાથેના ૩૫ બેડની વ્યવસ્થા હાલ કાર્યરત છે. આજની સ્થિતિએ ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી ૧૨ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે, જયારે અન્ય ૧૦ દર્દીઓ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા હોઈ સારવાર હેઠળ છે.
સેન્ટર ખાતે હાલ ઓક્સીઝનની સુવિધા સાથેના ૧૩ બેડ ઉપલબ્ધ છે. આજરોજ નવા ૪ દર્દીઓ દાખલ થયા છે, જયારે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.  સેન્ટર ખાતે કુલ ૩૨ દર્દીઓ દાખલ થયા હતાં જેમાંથી ૪ દર્દીઓને રજા આપવામાં આવી હોવાનું તેમજ ૪ દર્દીઓ સ્થિતિ ગંભીર જણાતા રાજકોટ તેમજ જૂનાગઢ કોવીડ હોસ્પિટલ ખાતેની કોવીડ હોસ્પિટલ ખાતે રીફર કરાયાનું આરોગ્ય અધિકારીશ્રી જયેશ વસેટિયને જણાવાયું છે.

Related News