જાણો રાજકોટ શહેર અનેં જિલ્લામાં કેટલા લોકોએ લગાવી કોરોના વેક્સીન :સત્તાવાર આંકડા 

TOP STORIES Publish Date : 31 March, 2021 09:01 PM

જાણો રાજકોટ શહેર અનેં જિલ્લામાં કેટલા લોકોએ લગાવી કોરોના વેક્સીન :સત્તાવાર આંકડા 

તા. ૩૦ માર્ચ સુધીમાં રાજકોટ શહેરમાં ૯૭,૧૮૮ તેમજ
જિલ્લામાં ૯૩,૪૪૯ સહીત કુલ ૧,૯૦,૬૩૭ લોકોને રસીકરણ


રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાઓના ૧૨ ઘટક હેલ્થ સેન્ટર ખાતે તા. ૩૦ માર્ચ સુધીમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરના પ્રથમ અને બિજો ડોઝ મળીને કુલ ૧,૯૦,૬૩૭ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
તા. ૩૦ માર્ચ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૫ થી ૫૯ વર્ષની ઉંમરના ૩૧,૧૧૯ કોમોર્બિડ લોકોને પ્રથમ તેમજ ૭૨ લોકોને બિજો ડોઝ તેમજ ૬૦ વર્ષ કે તેથી મોટી ઉમરના ૬૫,૭૨૦ લોકોને પ્રથમ તેમજ ૨૭૭ લોકોને બિજો ડોઝનુ રસીકરણ કરાયું છે.
જયારે રાજકોટ જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષની ઉંમરના ૧૭,૩૧૧ કોમોર્બિડ લોકોને પ્રથમ તેમજ ૨૧ લોકોને બિજો ડોઝ અને  ૬૦ વર્ષ કે તેથી મોટી ઉંમરના ૭૫,૫૫૪ લાભાર્થીઓને પ્રથમ તેમજ ૫૬૩ લોકોને બિજો ડોઝનુ વેક્સિનેશન કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક ડો. રુપાલીબેન મહેતાએ જણાવ્યું છે.

Related News